Breaking
Sun. Jan 19th, 2025

ગાંધીનગરમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી, 25 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love

લોક અધિકાર, ગાંધીનગર

ચંદ્રાલા ખાતેથી રોયલ્ટી પાસ વગર લઇ જવાતો રેતીનો બિનઅધિકૃત જથ્થો પકડાયો

ગાંધીનગરમાં પાસ પરમીટ વગર રેતી ચોરી જતા બે વાહનને તંત્રએ ઝડપી લઇ રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ખનીજચોરી અટકાવવા કલેકટરના મક્કમ નિર્ધારના પગલે કડક કાર્યવાહી સતત ચાલી રહી છે. કલેક્ટર મેહુલ દવેના સતત માર્ગદર્શન અને પ્રયત્નો તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીયટીમ દ્વારા જિલ્લામાં શુક્રવારે વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે સાદીરેતી અને સાદી માટી ખનિજના બિનઅધિકૃત ચોરી કરતાં બે વાહનો કબ્જે કરાયા હતાં. જેમાં કલોલ તાલુકાના છત્રાલ ખાતેથી એક ડમ્પર અને ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ખાતેથી એક ટ્રેકટર ઝડપી લેવાયુ હતું. તેમાં રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રેતી લઇ જવાઈ રહી હતી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *