મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં-૮ના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજી ઇનામ વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર શહેરના વૉડૅ-૮ના સેકટર,૪ અને ૫ ટીપી નં ૯ પોર અંબાપુર વિસ્તારના શહેરમા સફાઈ કરતા સફાઈ કામદારો દ્વારા તેમના વિસ્તારમાં જવાબદારી પુવૅક ફરજ નિભાવી નિયમિત હાજર રહી સફાઈ કરતા હોય તેવા સફાઈ કામદારોને સિલેકટ કરી મહાનઞર પાલિકા દ્વારા વૉડૅમાં કાયૅક્રમ યોજી જાહેર સન્માન કરી ફરજની કદર કરી પોત્સાહિત કરી ઈનામ તરીકે ભેટ આપવામાં આવી.
આવો અનેરો કાયૅક્રમ સેકટર-૫ સિનિયર સિટીઝન હોલ ખાતે વૉડૅ-૮ના ફરજ બજાવતા તમામ સફાઈ કામદારોને પોત્સાહિત કરવા યોજાયો હતો. સદર હુ કાયૅક્રમમાં કેશરીસિહ બિહોલા પ્રમુખ ગાધીનઞર શહેર વસાહત મહાસંધ સેકટર-પના સિનિયર સિટીઝનો મુળસિંહ ચાવડા,પી.વી.જેઠવા,ધનશાયમસિંહ ગોલ વૉડૅ-૮ના સેનેટરી ઈન્પેકટર તુષારભાઈ,સુપરવાઈઝર ગાધીભાઈ મુકાદમો અને સેકટર-પના આગેવાનો સફાઈ કામદારો મોટી સંખ્યામા હાજર રહયા હતા.
અને સફાઈની સારી કામઞીરી કરનાર સફાઈ કામદારોને સિલેકટ કરી વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિંહ બિહોલાના હસ્તે જાહેર સન્માન કરી ભેટ ઈનામ આપી પોત્સાહિત કરયા હતા અને નિષ્ટાપુવૅક બજાવેલ સેવાઓની કદર કરવામા આવી હતી.