સોલામાંથી ચોરેલાં ૪ બાઇક સાથે આરોપી ઝડપી લીધા
અમદાવાદ શહેરમાંથી છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરતી ગેંગે તરખડાટ મચાવ્યો છે. રાત્રે ઘણા બાઇકોની ચોરી થવા પામી હતી જેથી અનેક બાઇક ચોરીની ફરિયાદ થવા પામી હતી. ત્યારે અમદાવાદ શહેર પો.કમિ સા.શ્રી તથા અધિક પો.કમી.સે-૧એ બાઇક ચોરતી ગેંગને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓને સુચના આપી હતી. આ સુચનાને ધ્યાને લઇને સોલા પોલીસ ઈન્સ્પેક્ટરએ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવીને બાઇકચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન એ.એસ.આઈ શ્રી નિરાજકુમાર સભાજીતસિંધને સંયુક્ત રીતે હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે સોલામાંથી પીઆઇ,પીએસઆઇ અને તેમની ટીમે ૪ બાઇકચોરોને ઝડપી લઇને તેમની પાસેથી ચોરીના ૪ બાઇક સાથે ઝડપી લઇને સોલા પોલીસ સ્ટેશનના 4 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પકડાયેલા ચોરોને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં પાર્થ દશરથભાઈ પાટે ઉ.વ ૨૦,ધંધો- મજૂરી રહે,સી/૨૦૫ વિનાયક સીટી ભાવિક સ્કૂલની સામે ચાંદલોડિયા, વેનીશ યોગેશભાઈ દરજી ઉ.વ ૨૨, રહે,ડી/૨૦૨ વિનાયક સીટી ભાવિક સ્કૂલની સામે ચાંદલોડિયા,અશ્વિન દાદારાવ ઈગોલે ઉ.વ ૧૯ ધંધો-મજૂરી રહે,૩૦૩ ભગીરથ એપાર્ટમેન્ટ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશનની સામે ચાંદલોડિયા અમદાવાદ તથા રાહુલ દશરથજી ઠાકોર ઉ.વ-૧૯,રહે બી/૩૧૪ શ્લોક ઇન્ફિનિટી વિશ્વકર્મા મંદિરની સામે ચાંદલોડિયા અમદાવાદ
આ કામગીરી કરનાર અધિકારીશ્રી એ.એસ.આઈ શ્રી નિરાજકુમાર સભાજીતસિંધ,હે.કો યોગેશભાઈ ભીખાભાઇ,પો.કો મુકેશભાઈ કાનજીભાઈ,પો.કો રમેશભાઈ ભુપતભાઇ,રાકેશ અલાભાઇ,પો.કો નરેન્દ્રસિંહ વિક્રમસિંહ,પો.કો શક્તિસિંહ મહેન્દ્રસિંહ,પો.કો દિલીપભાઈ બળદેવભાઈ,પો.કો ભરતભાઈ ગોવાભાઈ, પો.કો વીરસિંહ પ્રવિણસિંહ ,પો.કો દિલીપજી પ્રધાનજી જોડાયેલ હતા.