Breaking
Sun. Jan 19th, 2025

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં દીનદહાડે 20 લાખની લૂંટ, ધારા આંગડિયા પેઢીનો કર્ચમારી લૂંટાયો

Spread the love

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખસોએ ધારા આંગડિયા પેઢીનો કર્મચારના 20 રૂપિયા લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા.

મળતી વિગત મુજબ, અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારી કારમાં જઈ રહ્યા હતા.તે દરમિયાન એક્ટિવા પર પાછળથી આવેલા બે શખસોએ કર્મચારીને રોકીને હાથમાં રહેલા રૂપિયાનો થેલો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

સહજાનંદ કોલેજ ચાર રસ્તા તરફથી એક્ટિવા પર આવેલા બે શખસોએ આંગડિયા પેઢીના કર્મચારીને રોક્યો હતો અને તમે મારા પગ ઉપર કાર ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખસે એક્ટિવા પરથી ઉતરીને કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *