Breaking
Sun. Jan 19th, 2025

રાંધેજામાં ચોંકાવનારી ઘટના સામે આવી : ભાડુઆત પાસે લાઈટનું બિલ માંગતા મકાન માલિકના માથામાં ટિફિન ઢીંચી દીધું

Spread the love

ભાડુઆત પાસે લાઈટનું બિલ માંગતા મકાન માલિકના માથામાં ટિફિન ઢીંચી દીધું

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજામાં સામે આયી ચોંકાવનારી ઘટના

ઘાયલને મકાન માલિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા પેથાપુર પોલીસે ગુનો દાખલ આગળ તપાસ હાથ ધરી.

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં અગાઉ મકાન ભાડે લેનાર ભાડુઆત પાસે વૃદ્ધ મકાન માલિક દ્વારા બાકીનું લાઈટ બિલ માગ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલા ભાડુઆતે તેમના માથામાં ટિફિન ફટકાર્યું હતું. વૃદ્ધને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. હાલ આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી, પ્રમાણે રાંધેજા ગામમાં આવેલી પાણીની ટાંકી કૃષ્ણનગર ખાતે રહેતા દાલચંદ જવાહરલાલ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી સે કે, તેમણે પાંચ મહિના અગાઉ રાંધેજામાં રહેતા અર્જુનજી રમેશજી ઠાકોરને તેમનું મકાન ભાડેથી રહેવા આપ્યું હતું. અને જે સમયસર લાઈટ બિલ ભરતા ન હોય અને લાઈટ બિલના રૃપિયા પણ આપતા ન હોવાથી મકાન ખાલી કરાવ્યું હતું. દરમિયાનમાં આજે સવારના સમયે દાલચંદ તેમની દુકાનમાં હાજર હતા તે સમયે અર્જુનજી ઠાકોર બાઈક લઈને પસાર થતા દાલચંદ દ્વારા તેમને ઉભા રાખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે લાઈટ બિલના રૃપિયા કેમ આપતા નથી. મેં અવારનવાર તમારી પાસે માગ્યા છે. જેથી અર્જુનજીએ કહ્યું હતું કે હું લાઈટ બિલના રૃપિયા આપીશ નહીં તમારાથી થાય તે કરી લો તેમ કહીને બોલાચાલી કરી ગાળા-ગાળી કરવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા તેમના હાથમાં રહેલું સ્ટીલનું ટિફિન દાલચંદના માથામાં મારી દીધું હતું. જેથી આ તકરારને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દાલચંદજીના માથે લોહી નીકળતું હોવાથી સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આરોપીએ જતા જતા હવે રૃપિયા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. હાલ આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની તાપસ હાથ ધરી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *