ગાંધીનગરના દહેગામમાં બે અલગ-અલગ કોમ વચ્ચે સામાન્ય બોલાચાલી, બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગાંધીનગરના દહેગામમાં બે અલગ-અલગ સમુદાયો વચ્ચે સામાન્ય વિવાદ બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દહેગામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
મળતી માહિતી અનુસાર, દહેગામના ઉગમણા ઠાકોર વાસ પાસે હોળી ચકલા વિસ્તારમાં સામાન્ય મુદ્દે અલગ-અલગ કોમના બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની આ ઘટનામાં બંને પક્ષે પાંચ થી છ લોકોને નાની-મોટી ઈજાઓ પોહચી હોવાનું જાણવા મળેલ છે.
મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દહેગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે રવાના થઈ ગયો છે. હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લેવા રવાના થયા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.