તીર્થગામ થી ધરાધરા ખેતીવાડી વીજ લાઈન તો ઉભી કરી પણ 6 માસથી પેનલ ના માર્યું..આજે પણ ખેડૂતોને ભારે હાલાકી
છ માસ બાદ નવીન પેનલ મારી વીજ લાઈન ચાલુ ના કરતા આખરે ઉચ્ચ કક્ષાએ કરાઈ રજુઆત
વાવ તાલુકા ના તમામ વિસ્તારોના ગામડાઓમાં દર ચોમાસે વીજ લાઈન માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે ઘણા વિસ્તારોમાં પૂરતો સ્ટાફ ના હોવાના કારણે સમયસર લાઈન ચોમાસામાં ચાલુ થતી નથી અને તેના કારણે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો ભારે હાલાકી ભોગવતા હોય છે ત્યારે વાવ તાલુકાના તીર્થગામ 66 કેવી સબ સ્ટેશન માંથી ધરાધરા ખેતીવાડી માટે વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં ખેતીવાડી માટે ખેતરોમાં વધુ કનેક્શન હોવાના કારણે ખેડૂતોને પૂરતો વીજ પુરુંઠો ના મળતા અને વારંવાર લાઈટ ફોલ્ટમાં જતા આખરે ખેડૂતોની વારંવાર રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા તીર્થગામ થી નવીન ખેતીવાડી માટે વીજ લાઈન ઊભી કરવામાં આવી હતી જે લાઈન છ માસ અગાઉ વહીવટી તંત્ર ઉભી કરવામાં આવી પણ છ માસ બાદ પણ વાવ GEB ના આળશુ કર્મચારીઓ દ્વારા પેનલ મારવામાં ના આવતા ખેડૂતો ભારે અકળાયા અને ઉચ્ચ કક્ષા કરાઈ રજુઆત
બનાસકાંઠા જિલ્લાના છેવાડાઓમાં દર દર ચોમાસે ખેડૂતોને વીજ લાઈન માટે ધાંધિયા થતા હોય છે અને સામાન્ય વરસાદમાં થતા ની સાથે જ બ બે દિવસ સુધી ખેડૂતોના ખેતરોમાં વીજ પુરવઠો ના આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવાં છતાં વાવ GEB વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેતા ખેડૂતોને આજે પણ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠા વગર પારાવાર હાલાકી ગામડામાં ભોગવી રહ્યા છે ત્યારે વાવ તાલુકાના તીથગામ 66 કેવી સબસટેશન માંથી ધરાધરા ખેતીવાડી વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં ધરાધરા મોરીખા દેથળી અને ડોડગામ ગામના ખેડૂતોનો સમાવેશ થાય છે જોકે વીજ લાઈન વર્ષો અગાઉની જૂની હોવાના કારણે અને વીજ લાઈન ની લંબાઈ વધુ હોવાના કારણે અને વહીવટી તંત્ર પૂરતું સમાર કામ ના કરવા ના કારણે અને વધુ કનેક્શન હોવાના કારણે ખેડૂતોને પૂરતો પાવર ના મળતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ત્યારે ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈને વાવ GEB કચેરી દ્વારા તીર્થગામ થી ધરાધરા નવી વીજ લાઈન ઊભી કરવામાં આવી હતી જોકે વીજ લાઈન ઉભી કર્યા ને આજે છ માસ જેટલો સમય વિતવા છતાં વહીવટી તંત્ર દ્વારા પેનલ મારી ચાલુ ના કરતા આજે પણ ચોમાસામાં ધરાધરા મોરીખા ડોડગામ દેથળી સહિતના ગામના ખેડૂતો સામાન્ય વરસાદ માં વીજ પુરવઠો ફોલ્ટ જતાં બબે દિવસ સુધી વીજ પુરવઠો ના આવતાં ખેતરોમાં વીજ લાઈન ના આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કર્યા બાદ વાવ કચેરી દ્વારા વીજ લાઈન નવીન તો ઉભી કરવામાં આવી પરંતુ છ માસ બાદ પણ પેનલ મારી વીજ પુરવઠો ના આપતાં આજે પણ અત્યારે એ જ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે સામાન્ય વરસાદ થાય એટલે વીજ લાઇટ ફોલ્ટ જતી રહે છે અને બે દિવસ સુધી ખેતરોમાં પૂરતી લાઈટ નથી મળતી તેના કારણે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને અત્યારે ભારે હાલાકી ભોગવાનો વારો આવે છે જો કે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો વૃદ્ધ મહિલા માતાઓને વીજ લાઈન વગર મચ્છર કરડવાથી બીમારીનો પણ સામનો કરવો પડતો હોય છે અને ભારે ગરમીના કારણે નાના બાળકો તેમજ વૃદ્ધ માતાઓ વડીલો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક નવીન પેનલ મારી ખેડૂતોને વીજ લાઈન પૂરી પાડે તેવી માગ છે નહિ તો આવનારા સમયમાં તામમ ગામોના ખેડતો સાથે મળીને કચેરીએ ઉપવાસ આંદોલન કરીશું અમને ન્યાય નહીં મળે તો
ખેડૂતો શુ કહે છે
જો અમારું બિલ એકાદ મહિનો અમારી જોડે પૈસાની સગવડ ના હોયતો ના ભરી શકીએ તો તરત કચેરી થી માણસો આવી વીજ લાઈન પાવર કાપી નાખે છે ત્યારે અમારે વીજ પુરવઠો ના મળે તો અમે રજુઆત કરીએ તો અમારી કોઈ રજુઆત સાંભળતું નહીં એટલે આખરે અમારે ન્યાય નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે અમારા હક માટે ધરાધરા ગ્રામ પંચાયત દ્વારા પણ પાલનપુર જિલ્લા કચેરીએ 10 દિવસ અગાઉ રજુઆત કરવામાં આવી હતી છતાં કોઈ નિર્ણય ના આવતાં હવે આખરે અમને વીજ પુરવઠો પૂરતો નહીં મળે અને તાત્કાલીક પેનલ ચાલુ કરવામાં નહીં આવે તો કચેરી આગળ ઉપવાસ ઉપર બેસવાની નોબત આવશે આવનારા સમય માં
ભારતીય કિસાન સંઘના આગેવાન શુ કહે છે
વાવ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો નહીં મળતો તે બાબતે ખેડૂતો એ સાથે મળીને અમને રજુઆત કરી છે અમે વહીવટ તંત્ર ખેડૂતો વતી જાણ કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો અમે સાથે મળીને મહેસાણા MD જોડે જઈને રજુઆત કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું