લુંટો રે ભાઈ લુંટો,ખેડૂતના રૂ,૫૫૦ કરોડ ભાજપ છીનવી લે છે
ખાતેદારદીઠ રૂ,૨૦૦૦ લેવાશે,એટલે ઘરદીઠ ૫ સભ્યો હોઈ તો રૂ,૧૦ સરકાર ખંખેરી લેશે
જમીન ધરાવતા ખાતેદારી પોતે ખેડૂત છે તેવું પ્રમાણપત્ર કોઈ કામગીરી બાબતે રજૂ કરવાનું થાય તો આવું પ્રમાણપત્ર મેળવવા માટે હવે રૂપિયા 2000 ચૂકવવા પડશે તેવી ફ્રી રાજ્ય સરકારે નાખતા ખેડૂતોને પડ્યા પર પાટુ વાગે તેવી સ્થિતિ સર્જાય છે.તેમ કોંગ્રેસના મુખ્યપ્રદેશ પ્રવક્તા ડો મનીષ દોશી એ કહ્યું હતું તેમને એવું પણ આક્ષેપ કર્યો હતો કે આવી રીતે સરકાર રૂપિયા 550 કરોડ ખેડૂતના ખિસ્સામાંથી ખંખેરી લેશે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે ખેડૂત તરીકેની ખરાઈ કરવી હોય તો ખેડૂત તે પ્રમાણપત્ર મેળવવા માટે રૂપિયા 2000 ની ફી ભરવી પડશે. ખેડૂત તરીકેની ખરાઈ માટે ખેડૂતે ઈ-ધારા કેન્દ્રમાં જવાનું રહેશે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે પહેલા રૂપિયા 2000 થી ફ્રી પેટે ભરવા પડશે. આ ભર્યા પછી ખેડૂતને તે ખેડૂત છે તેવું પ્રમાણપત્રક ઇસ્સુ કરશું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ ડોશી એમ પણ કહ્યું કે સરકાર આવી રીતે રૂપિયા 110 કરોડ અને તેમના પરિવારના પાંચ સભ્ય ગણીએ તો 10,000 લેખે ₹૫૫૦ કરોડ ખંખેરી લેશે. તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા દોશીએ કર્યો હતો.