લોક અધિકાર ગાંધીનગર , સોમવાર
એક બાજુ,આમ આદમી પાર્ટીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, હવે પછી આપના કોઈ પણ કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવશે અથવા તો અવાજ તો અમારો આવાજ દબાવવામાં આવશે તો ગુજરાતમાં મુખ્યમંત્રીનો એકેય કાર્યક્રમ સક્સેસ નહિ થવા દઈશું નહીં. બીજી બાજુ, કરણી સેનાએ પણ સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, ‘ક્ષત્રિયોને મજબૂર ન કરો, નહીંતર ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું.’ અને મોટો હંલ્લાં બોલ કરીશું
કરણીસેના-આમ આદમી પાર્ટીએ રણે ચડી અને સરકારને આપ્યું અલ્ટીમેટમ
ગુજરાતમાં દિવસેને દિવસે વણસી રહેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી બની છે. દુષ્કર્મના કેસમાં સંડાવાયેલાં ભાજપના કાર્યકરો અને નેતાઓને ભાજપ સરકાર સવારી રહી છે.પોલીસ અધિકારીને ધમકાવી કાર્યકર્તાઓને છોડાવી દે છે.ત્યારે ખુદ સરકાર આપના નેતાઓ અને કાર્યકરો પર ખોટા કેસ કરી રહી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે, ‘જો હવે પછી આપના કાર્યકર પર ખોટા કેસ કરવામાં આવશે તો, ગુજરાતમાં મુખ્યમંત્રીનો જ નહીં,પણ એકેય સરકારી કાર્યક્રમ થવા દઈશુ નહિ.’
રવિવારે અમદાવાદના કુંજાડમાં આયોજીત ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે સ્ટેજ પરથી ભાજપ સરકારને ચિમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તપાસ કર્યા પછી જ ક્ષત્રિયોને પોલીસે સંમેલનમાં આવવા દીધા હતાં. પોલીસ પ્રશાસન કાન ખોલીને સાંભળી લે. અમને મજબૂર ના કરો નહીંતર વિધાનસભામાં કૂચ કરીશું. મજબૂરવશ ક્ષત્રિયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું.’ હંલ્લાં બોલ કરીછુ.