ગાંધીનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા સાહેબ તથા એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.ખાનગી બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી કરી હતી.
જે અંતર્ગત એલસીબી પોલીસના પોલીસ સબ ઇન્સ. શ્રી જે.જે.ગઢવી તથા સ્ટાફના એ.એસ.આઇ.મુકેશસિંહ દલપતસિંહ તથા આ.પો.કો જીગ્નેશકુમાર કનુભાઇ તથા આ.પો.કો અનોપસિંહ બળવંતસિંહ નાઓને અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમીના આધારે રાજસ્થાન રાજયના ડુંગરપુર જીલ્લાના કુંઆ પો.સ્ટેના અપહરણના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપી પપ્પુ અર્જુન ગરાસીયા હાલ રહે.ગામ.રાયસણ, સાગર ડાયનેમીક રોડ ઉપર નવીન બની રહેલ વ્રુંદાવન એલીસીઆ નામની કન્ટ્રકશન સાઇટની ઓરડીમા તા.જી.ગાંધીનગર મુળ રહે. પરડા દરીયાટી પોસ્ટ દરીયાટી , તા.ચીખલી દરીયાટી , ડુંગરપુર રાજસ્થાન ,છગન ભુરા અહારી હાલ રહે.ગામ.રાયસણ , સાગર ડાયનેમીક રોડ ઉપર નવીન બની રહેલ વ્રુંદાવન એલીસીઆ નામની કન્ટ્રકશન સાઇટની ઓરડીમા તા.જી.ગાંધીનગર મુળ રહે.નઇ બસ્તી વડગામા થાના કુઆ જીલ્લો.ડુંગરપુર , રાજસ્થાન જે ગાંધીનગર ખાતે રહીને મજૂરી કામ કરતો હતો. તેને વ્રુંદાવન એલીસીઆ નામની કન્ટ્રકશન સાઇટ ખાતે પહોંચી ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત સેકટર-૨૧ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ અને રાજસ્થાન રાજયના સંબંધીત પો.સ્ટે જાણ કરવા આગળની ઘટતી કાર્યવાહી થવા સોંપેલ છે.