લાખો કરોડો રૂપિયાના તોડબાજ પીઆઇ વાય.કે.ગોહિલનો પણ અન્ય અધિકારીએ તોડ કરી નાખ્યો
લાખો કરોડો રૂપિયાના તોડ ગુજરાત પોલીસ એ કર્યા હોવાના કિસ્સાઓ સમય અંતરે સામે આવતા રહે છે.સામાન્ય રીતે તોડ કેસનું ભાંડો ફૂટ્યા બાદ કે પછી તેની તપાસમાં અપવાદરૂપ કેસમાં જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા છે.જેની પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ અધિકારીઓમાં મોટાભાગના ભ્રષ્ટાચારી જ છે.આવી એક ઘટના મોરબી જિલ્લા પોલીસની સામે આવી છે ટંકારા પોલીસ સ્ટેશનના ચર્ચાસ્પદ જુગાર કેસમાં કરાયેલા લાખો રૂપિયાના તોડ પ્રકરણમાં આરોપી બનેલા પીઆઇ વાય.કે.ગોહિલનું એક અન્ય અધિકારીએ તોડ કરી નાખ્યો છે.શું છે સમગ્ર મામલો વાંચો અહેવાલમાં……લોક અધિકારના !
ગત દિવાળીના તહેવારો પહેલા 26 ઓક્ટોબરની મોડી રાતે રાજકોટ મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટલમાંથી જુગાર પકડાય છે. વાંકાનેર સબ ડિવિઝન પોલીસ ઓફિસર એસ.એચ.સારડા પાસેથી ટંકારા પોલીસ નામ જોગ સ્પેશિયલ વોરંટ ૦૯/૨૦૨૪ મેળવી હોટલમાં ટંકારા પોલીસ પંચો સાથે પહોંચે છે.ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.કે.ગોહિલની રૂબરૂ 10 લોકો સામે જુગારનો કેસ નોંધવામાં આવે છે. 12,રોકડા,૮ મોબાઇલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને એક પ્લાસ્ટિકના કોઇન મુદ્દામાલ સ્વરૂપે કબજે લેવાય છે. બે એક દિવસમાં જ ટંકારા પીઆઇ ગોહિલે જુગાર કેસમાં મોટો તોડ કર્યો હોવાની માહિતી ઉચ્ચ અધિકારી સુધી પહોંચી જેના પગલે રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવએ પીઆઇ વાય.કે.ગોહિલને અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહની બદલી કરવા હુકમ કર્યો છે.
રૂમમાં પ્રવેશ કરી જુગારનો વિડીયો ઉતાર્યો: રુમની અંદર પ્રવેશ કરી પોલીસે જણાવ્યું કે, તમારો જુગાર રમતો વિડિયો ઉતરી ગયો છે. તમામ લોકો પર કેસ કરવાનો છે તેમ જણાવ્યું હતું. હાજર લોકોને પોલીસે ઊંચા અવાજમાં ગાળો બોલી વિડીયો ન્યુઝ ચેનલમાં આપીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જેથી રૂમમાં હાજર લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાથી ખોટો કેસ નહી કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીએ PI વાય. કે. ગોહિલના ઇશારે જુગાર રમતા ઝડપાયેલા તીરથ ફળદુને લોબીમાં લઇ જઇને કેસ ન કરવા માટે 51 લાખની માંગણી કરી હતી અને બીજા લોકોના નામે કેસ કરવાનું જણાવ્યું હતું. તે પછી પોલીસે જુગાર રમતા ઝડપાયેલા વિમલ પાદરીયાને રૂમની અંદરના બેઠક રૂમમાં લઇ જઈને કેસ ન કરવા માટે પોલીસે 12 લાખની માંગણી કરી હતી. જેથી વિમલ પાદરીયાએ ફોન કરીને તેના મિત્ર સુમિત તુલસી અકબરી પાસેથી 12 લાખ મંગાવ્યા હતા. જે પૈસા આપી ગયો હતો.
તોડબાજ PI એ કરી પૈસાની માંગણી: સમગ્ર ઘટનામાં તીરથ ફળદુ પાસેથી વાય. કે. ગોહિલ અને કોન્સ્ટેબલે તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. બાદમાં તીરથ ફળદુના મોબાઈલમાં તેના પિતા અશોકભાઈ ફળદુનો વિડીયો કોલ આવ્યો હતો. જેથી PI ગોહિલ તીરથ ફળદુને લોકઅપમાંથી બહાર કાઢીને મેઈન રોડ પર લઇ જઇને તોડ પાણી કરી હતી અને કહ્યું કે, બોલ શું કરવું છે. તને જેલમાં નાખીને તારા પિતાને વિડીયો કોલમાં બતાવું કે, તમે જુગાર રમતા ઝડપાયા છો. જો આવું ન કરવું હોય અને ન્યુઝ મીડિયામાં આવે તે પહેલા જામીન પર બહાર આવવું હોય તો માથાદીઠ 6 લાખ લેખે 54 લાખની વ્યવસ્થા કરી આપ.એમ જણાવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદમાં ખોટું નામ લખવાના, ન્યુઝ મીડિયામાં આવે તે પૂર્વે PI એ 41 લાખમાં પતાવટ કરીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તીરથ ફળદુનો મિત્ર 41 લાખ લઇ આવ્યા: તીરથ ફળદુનો મિત્ર પંકજ ભરત દેત્રોજા રૂ. 41 લાખ લઈને ટંકારા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને PIની ઓફિસમાં લઇ જતા PI ગોહિલે અને કોન્સ્ટેબલ મહિપતસિંહે 41 લાખ રુપિયા આપી દેવા જણાવ્યું હતું. બાદમાં પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહએ રૂપિયા 41 લાખનો થેલો મહિપતસિંહ સોલંકીને આપી દીધો હતો. તે દરમિયાન PI ગોહિલ અને મહિપતસિંહ સોલંકીએ વિમલ પાદરીયાને ફોટો, ન્યુઝ પેપર કે સોશ્યલ મીડિયામાં નહી આપવા તેમજ ન્યુઝ મીડિયામાં ખોટા નામો આપવા, જામીન પર છોડવા અને મોબાઈલ ફોન પરત આપવા રૂપિયા રુ. 10 લાખની માંગણી કરી હતી. જેથી વિમલ પાદરિયાએ તેનાા મિત્ર સુમિતને કોલ કર્યો. જે રુ. 10 લાખ ટંકારા પોલીસ સ્ટેશને આવીને આપી ગયો હતો. ત્યારબાદ PIએ મોબાઇલ પરત આપી દીધો હતો અને જુગારના ગુનાની પ્રેસ નોટમાં તીરથ અશોકભાઈ ફળદુના બદલે રવિ મનસુખ પતે, વિમલ રામજીભાઈ પાદરીયાને બદલે વિલ રાજીભાઈ પટેલ અને ભાસ્કર પ્રભુદાસ પારેખને બદલે ભાસરભાઈ પ્રભુ પારેખ એમ ખોટા નામો દર્શાવ્યા હતા.
51 લાખની લાંચની માંગણી: તપાસનીશ અધિકારી DYSP વી.એમ. રબારીએ જણાવ્યું છે કે, ટંકારા પોલીસ મથકના તત્કાલીન PI વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીએ 26 ઓક્ટોબરના રોજ ટંકારા નજીક કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં 105માં તીરથ અશોકભાઈ ફળદુ, નીતેશ ઉર્ફે નીતિન નારણ ઝાલરીયા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેશ ગંગદાસભાઈ ઠુમ્મર, ટાઈમ પાસ કરવા કોઈનથી પત્તા રમતા હતા તેમજ ગોપાલ રણછોડ સભાડ અને ચિરાગ રસિક ધામેચાની પાર્કિંગમાં રહેલ ફોર્ચ્યુનર કારમાં હાજર હતા ત્યારે જુગારની રેડ કરી ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી તે પુરાવા કોર્ટમાં મોકલી આપી સાંચા તરીકે ઉપયોગ કરી, ગુનાહિત કૃત્ય કરવાના હેતુથી રોકડ રૂ 12 લાખ મંગાવી જુગારની રેડમાં બતાવી બાદમાં રોકડ રૂ. 41 લાખ રોકડ રૂ. 10 લાખ સહીત કુલ 51 લાખની લાંચ લઈને આરોપીના નામો ખોટા દર્શાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
અબ આયા ઊંટ પહાડ કે નીચે,અભી અસલી હીરો બહાર આયેગા