Breaking
Sun. Jan 19th, 2025

ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી, મર્ડરમાં ૧ર વર્ષથી વોન્ટેડ આરોપીને યુપીથી દબોચી લીધો

Spread the love

આરોપી ગાઝીયાબાદમાં પિતા અને પુત્ર સાથે મળી ચાની ટપરી ચલાવતો હતો

ર૦૧રની સાલમાં રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટર પાછળ આવેલા નાળોદાનગરમાં રહેતો પવન ઉર્ફે પ્રવિણ રામશંકર શર્મા (ઉ.વ.૪૯) પત્ની અને કાકીની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયો હતો. આ ડબલ મર્ડરમાં છેલ્લા ૧ર વર્ષથી વોન્ટેડ હતો. આખરે તેને ક્રાઈમ બ્રાંચે યુપીના ગાઝીયાબાદ શહેરમાંથી ઝડપી લીધો છે.

Oplus_131072

આરોપી પવન ઉર્ફે પ્રવિણ હાલ દિલ્હી અને ગાઝીયાબાદ ખાતે હોવાની ચોકકસ બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમાર ચારેક પોલીસમેનો સાથે રવાના થયા હતા. આરોપી પવન ઉર્ફે પ્રવિણ હાલ ગાઝીયાબાદમાં હોવાની ચોકકસ માહિતી મળતાં ત્યાં પહોંચ્યા હતા.

Oplus_131072

તે વખતે જાણવા મળ્યું કે આરોપી પવન ઉર્ફે પ્રવિણ ગાઝીયાબાદમાં ભરચક્ક એરિયામાં ચાની ટપરી ધરાવે છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ તે બજારમાં ફ્રુટની લારી, હાથ રિક્ષા, સામાનની રિક્ષા અને મફલરની લારી ધારકનો વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

પરંતુ આરોપી પવન ઉર્ફે પ્રવિણ દોઢેક દિવસ સુધી પોતાની ટપરીએ આવ્યો ન હતો. આ દરમિયાન તેના પિતા અને પુત્ર આ ટપરી સંભાળતા હતા. દોઢેક દિવસ બાદ તે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો.

ત્યાર પછી તેને રાજકોટ લઈ આવી હવે ભક્તિનગર પોલીસને સોંપી દીધો છે. જેનો સ્ટાફ હવે કયા કારણથી ડબલ મર્ડર કર્યા હતા તે દિશામાં તપાસ કરશે.

 

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *