(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,ગુરુવાર
૧૨ જ દિવસમાં બાળકીને શોધી કાઢતી પેથાપુર પોલીસ
રાંધેજા દિવ્યાપીઠ ગાંધી આશ્રમ હોસ્ટેલમાંથી ગુમ થયેલ ધોરણ ૧૦ની બાળાને શોધી પરિવાર સાથે શુખદ મિલન કરાવતી પેથાપુર પોલીસ
ગત તા. ૮/12ને રવિવારના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળકી પ્રીતિબેન ઉર્ફે રીન્કુ જીવણલાલ ચેલાભાઇ પરમાર ઉ.વ-૧૭,રહે ગવાણા,તા.પાટડી,જી-શુરેન્દ્રનગર જેઓ રાંધેજા વિદ્યાપીઠ,ગાંધી આશ્રમ હોસ્ટેલમાં રહી ધોરણ-૧૦માં અભ્યાંસ કરે છે.જેઓ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર જતા રહેલ હતા. જે દરમિયાન આ ગુમ થનાર બાળકીની પેથાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ગાંધીનગર
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિતેજા વાસમ શેટ્ટીએ તાત્કાલીક પગલા લેવા સુચના આપેલ હોય,જે અન્વયે પેથાપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી એમ.એન.દેસાઈના માર્ગદર્શનહેઠળ સ્ટાફના હે.કો મહેન્દ્રસિંહ રામભાઈ,ભાવેશભાઈ વગેરેએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ.પેથાપુર પોલીસ સ્ટાફે રાત -દિવસ એક કરી,૫૦ થી વધારે સીસીટીવી ખંગોળી,જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળકી અંગે કોઇ હકીકત મળે તો પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદમાં આજરોજ પેથાપુર પોલીસની મહેનત આખરે રંગ લાવી ,હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેની તપાસ કરતા ગુમ થનાર બાળકી મળી આવતા આ ગુમ થનાર બાળકીને અત્રેના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.