મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીયબાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે
ગુજરાતમાં મારામારી, દુષ્કર્મ, હત્યા સહિતના ગુનાઓ વધી રહ્યા છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં બાળકી હાલ વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
વોટ લેવા માટે કુતરાઓની જેમ પૂંછડી પસાડતા-પસાડતા આવી જાય છે,ત્રણ લુગડે ટકા ટકા થઇ તો આ બાળકીને જોવા કેમ કોઈ સભ્ય ન ફરક્યો