Breaking
Sun. Jan 19th, 2025

બાપુ બગડ્યા : ગુજરાતનું કોઈ એવું ગામ નહીં કોઈ જ્યાં પોટલી ન મળતી હોય

Spread the love

લોક અધિકાર ગાંધીનગર

દારૂબંધી હટાવવા અંગે ફરી બોલ્યા શંકરસિંહ વાઘેલા ઉતરાયણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાસ શક્તિ ડેમો ક્રિટિક પાર્ટી સક્રિય થઈ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાસ શક્તિ ડેમો કેટરીક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને તેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરી હતી શંકરસિંહ વાઘેલા રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને તેની પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમની નવીન પ્રજાસ શક્તિ ડેમો કેટરીક પાર્ટીની સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખ્યું જંગ દેખાય તો નવાઈ નહીં શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટલ ખાતેની ડેમોક્રેટિક પાર્ટીની બેઠક બીજી હતી અને ત્યાં તેમની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિદ્ધિ રાજસિંહની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી હતી જો કે તે બાદ વિવાદિત નિવેદન કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને એનું કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય ત્યારે રાજસ્થાન મારા સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે એટલે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી ગુજરાતમાં દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ચડી ગયા છે ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવી જોઈએ ગરીબ લોકોનો આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *