લગ્નના થોડા જ મહિનામાં ઘરકંકાશ શરૂ થઈ ગયા, અંતે ચાંદખેડા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
લોક અધિકાર , અમદાવાદ
અમદાવાદની ડેન્ટિસ્ટ યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી મથુરાના યુવક સાથે ઓનલાઇન પ્રેમ થઇ ગયો હતો. પ્રેમમાં અંધ બનેલી યુવકે પરિવાર છોડી દાગીના લઇને ભાગી હતી. બંનેએ દિલ્હીમાં લગ્ન કરી લીધા બાદ યુવક યુવતીને તેના ઘરે ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો. થોડા સમય સારી રીતે રાખ્યા બાદ સાસરિયાં ત્રાસ આપી મારઝૂડ કરવા લાગ્યા અને દહેજમાં 25 લાખ અને ઇનોવાની માગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. યુવતીએ તેના પિતાના ઘરે આવી હકીકત જણાવતા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે.
ચાંદખેડાની રીતીકા (નામ બદલ્યું છે) ડેન્ટિસ્ટ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મથુરાના રાજેશના સંપર્કમાં આવી હતી. થોડા દિવસ સુધી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. રાજેશ લગ્નનો પ્રસ્તાવ મૂકતા રીતિકા સ્વીકારી લીધો અને ઘરેથી દાગીના તથા જરૂરી ડોક્યુમેન્ટસ લઇને તે ભાગીને કોલેજમાંથી રાજેશ પાસે જતી રહી હતી. નોઇડાના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રીતીકા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના 6 મહિના સુધી રીતીકાને સારી રીતે રાખ્યા બાદ સાસુ તેમજ જેઠાણી ઘરકામના મુદ્દે ઝઘડા થવા લાગ્યા હતા.