Breaking
Thu. Jan 23rd, 2025

હિટ એન્ડ રનનો વધુ એક મામલો : અમદાવાદમાં રિંગ રોડ પર ટ્રેલરના ટાયર નીચે કચડાતાં યુવતીનું મોત

Spread the love

યુવતી નોકરીથી ઘરે જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો

ડ્રાઇવર ભાગી ગયો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી

વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ઓઢવ રિંગરોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સવસ રોડ ઉપર ટ્રેલરના ચાલકે પૂર ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રસ્તા ઉપર પટકાતા યુવતી ઉપર ટ્રેલરનું ટાયર ફળી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માથા સહિત શરીર ઉપર ટાયર ફરી વળ્યું 

નિકોલમાં રહેતા અને ઓઢવ ખાતેની કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરતી યુવતી ગઇકાલે સાંજે નોકરીથી પોતાનું એક્ટિવા લઇને ઘરે જતા હતા. ત્યારે ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સવસ રોડ પાસે પહોંચ્યા ત્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે તેમના વાહનને ટક્કર મારી હતી. ટ્રેલરની ચાલકથી યુવતી રોડ ઉપર પટકાઇ હતી. બીજીતરફ ટ્રેલરનું ટાયર તમના માથા સહિત શરીર ઉપર ફળી વળ્યું હતું.

જેથી ગંભીર ઈજાઓ થતા યુવતીનું  ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા  હતા આ સમયે ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *