આવા ઘણા બંધ પડેલા મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે ત્યારે સેક્ટર- 13માં આવા મકાનોની અંદર પ્રેમલા-પ્રેમલીઓ,ગંજેડીઓ આવા મકાનોનો પોતાના માટે ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે આવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરે તો આવા પ્રેમલા-પ્રેમલીઓ, અસામાજિક તત્વોને પોલીસ રંગે હાથે ઝડપી શકે.
શહેરમાં મોટા પ્રમાણમાં સરકારી મકાન જર્જરિત અને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આવા મકાનો ત્વરિત ખાલી કરી દેવામાં આવ્યા છે. ઘણા મકાનો તોડી પડ્યા છે. તો ઘણા મકાનોની પ્રક્રિયા લાંબી હોવાથી સરકારની મંજૂરી આવે નહીં અને તેને તોડી પાડવાનું આયોજન થાય નહીં ત્યાં સુધી આ મકાનો ખંડેરની જેમ પડ્યા રહે છે. આવા મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. સેક્ટર-13માં બંધ પડેલા ખંડેર મકાનો પ્રેમલા પ્રેમલીના અડ્ડાઓ બની ગયા છે.સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ પડેલ મકાનો બપોરના સમયે પ્રેમલા પ્રેમલીઓ રંગ-રંગેલીયા મનાવવા માટેના અડ્ડાઓ બની ગયા છે. ત્યારે સેક્ટર-૭ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો, જો બપોરના સમયે આવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરે તો આ અસામાજિક પ્રવુતિઓ અકુંશમાં આવી શકે.પાટનગરના માનીતા ગણાતા પોલીસવડા શ્રી રવીતેજા વાસમ શેટ્ટી આ અસામાજિક પ્રવુતિઓ અંકુશમાં લેવામાં સફળ થશે કે નહિ એ જોવાનું રહ્યું.પ્રેમલા-પ્રેમલીના પરિણામે સેક્ટરવાસીઓને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.