ગાંધીનગર શહેર ગુજરાતની રાજધાની છે.શહેર મા.રાજ્યપાલશ્રી,મુખ્યમંત્રીશ્રી,મંત્રીશ્રીઓ ઉચ્ચ અધિકારીશ્રીઓ વી.વી.આઈ.પીશ્રીઓના રહેણાક આવેલા છે. વસવાટ કરે છે. શહેરનો દિનપ્રતિદિન વિકાસ થઈ રહેલ છે.શહેરમા જાહેરરોડ રસ્તા શહેરના મુખ્ય સકૅલો પર નાના મોટા દબાણો આડેધડ સાધનો પાર્કિંગ વધી રહેલા છે.જેના કારણે શહેરના નાગરિકો સ્કુલના વિધાથીઓ ઓફિસ સમયે કમૅચારીઓ વ્યપારીયોની દિનપ્રતિદિન અવરજવરમા દબાણો અડચણરુપ બને છે.ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.જેથી જીવલેણ અકસ્માતો સજૉય છે.
આનું જવાબદાર વહિવટીતંત્ર દ્વારા આવા નાગરિકકોના અવરોધરુપ દબાણો દુર કરવામા આખ આડા કાન કરવામા આવે છે.ગેરકાયદેસર આડેધડ જાહેરરોડ રસ્તા પર સેકટરોની સિનિયર સિટીઝનો નાગરિકોને વૉકિગ માટે બનાવેલ ફુટપાથો પરના દબાણો મુખ્ય રસ્તાના સકૅલોની આજુબાજુ લારી ગલ્લા રેકડીઓ નાનો મોટો ફુટપપાથ પર વ્યવસાય કરતા વેપારીઓ તેમજ આજુબાજુ સટલીયા રીક્ષાઓ ગાડીઓ નાના મોટા આડેધડ પારકિગથી જાહેરરોડ રસ્તાઓ સકૅલોની આજુબાજુ ગેરકાયદેસર પાર્કિંગ સાધનોથી મુખ્યરોડ અડધા રોકાઈ જાય છે.આથી નાગરિકોની અવરજવર થી ટ્રાફિક જામ થઈ જાય છે.વારંવાર અકસ્તમાત સજૉય છે.નાગરિકો ભોગ બને છે.
દરેક સકૅલો પર ટાફિક સમસ્યાઓને ધ્યાને લઈ સિગનલો મુકવામા આવેલ છે.પરંતુ સંચાલન અને નિયમન જળવાતુ નથી ધણી જગ્યાએ સકૅલો પર સિગનલો બંધ હોય છે.આ ઉપરાત ધણા સમયથી મેટૉ લાઈન નાખવા માટેની કામગીરી ચાલે છે.જેના કારણે મેઈન જાહેર રોડરસ્તાઓ બંધ કરી દેવામા આવેલછે આથી શહેરના નાગરિકોને અવરજવર કરવામા ધણી મુશકેલીઓ પડે છે.સમય અને આથિક નુકશાન ભોગવવુ પડે છે.જે કામગીરી સમયસર પુરી થાય તેવુ નાગરિકોની માગણી છે.
શહેરના નાના મોટા કોમપલેક્ષોની આગળ જાહેરરોડ પર આડેધડ નાના મોટા વાહનો પાકૅ થવાને કારણે ટાફીકજામ તથા અકસ્માતો સજૉયછે અને ભારે ભીડ થાય છે.આથી શહેરના નાગરિકોની લાગણી અને માગણી છે. પાટનગરમાં સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનું ત્વરિત પણે નિરાકરણ લાવવા સંબધિત વિભાગના અધિકારીઓ અને CMને અરજી કરવામાં આવી.
ગાંધીનગર મહાનઞર પાલિકાના અધિકારીઓ સાથે ગાંધીનગર શહેર વસાહત મહાસંધના હોદેદારો સાથે તાજેતરમા શહેરના પ્રશ્નોના નિવારણ માટે બેઠક યોજઈ જેમાં સંસ્થાના પ્રમુખ કેશરીસિહ બિહોલા, મહામંત્રી ગોવિદભાઈ આહિર,ઉપપ્રમુખ પ્રદિપસિહ બિહોલા,પ્રગતિ લારી-પાથરના મંડળ મીના બજાર પ્રમુખ તુલસીભાઈ માલી,મહામંત્રી કનુભાઈ વાલેરા,સુમન ટાવર એસોસીએશન મેમ્બર પ્રકાશભાઈ સિંધી વગેરે હોદેદારો હાજર રહી રજૂઆતો કરી હતી.