સીસી ટીવીમાં બાળા છાત્રાલય બહાર નીકળતી દેખાઇ,યુવતીએ આપઘાત કર્યોે હોવાથી મન લાગતું ન હોવા છતાં પરિવારજનો બાળાને છાત્રાલયમાં મુકી ગયા બાદ ગુમ
ગાંધીનગરના રાંધેજા ગામે છાત્રાલયમાં રહીને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ થઇ જતાં તેના પરિવાર દ્વારા અપહરણ થયાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ છે. અન્ય યુવતીએ આપઘાત કર્યો હોવાથી મન લાગતું ન હોવા છતાં પરિવારજનો બાળાને છાત્રાલયમાં મુકી ગયા બાદ મને શોધતા નહીં તેવું લખાણ મુકીને તે ગુમ થઇ હતી. જોકે સીસી ટીવીમાં તેને છાત્રાલયમાંથી બહાર જતી દેખાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીતાલુકા વિસ્તારની બાળાને તેના પરિવારજનો દ્વારા અભ્યાસ માટે સાબરમતી છાત્રાલયમાં મુકવામાં આવી હતી. જેને એક મહિના પહેલા આવીને તેના કાકા રૃબરૃ આવીને પરત વતન લઇ ગયા હતાં. જ્યાં બે ચાર દિવસ રોકવામાં આવી હતી. બાદમાં તેનો અભ્યાસ બગડે નહીં તેવા હેતુથી તેના દાદા સાથે આવીને તેને પરત છાત્રાલયમાં મુકી ગયા હતાં. પરંતુ ત્યાર બાદ બે-ત્રણ કલાક બાદ જ છાત્રાલયમાંથી ફોન કરીને જણાવવામાં આવ્યુ હતું. કે વિદ્યાર્થીની છાત્રાલયમાંથી ગુમ થઇ ગઇ છે અને આસાપસમાં તેની ભઆળ મળી નથી. જેના પગલે બાળકીના પરિવારજનો અદ્ધર શ્વાસે પરત દોડી આવ્યા હતાં. પરંતુ કોઇ પતો નહીં મળવાથી આખરે પેથાપુર પોલીસ મથકમાં અપહરણ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે સીસી ટીવી ચેક કરવામાં આવતાં આ સગીર બાળા છાત્રાલયમાંથી બહાર નીકળી દેખાઇ રહી હતી. અને છાત્રાલયમાં પડેલા તેના થેલાની તાપસ કરતા તેમાંથી એક ફોટો નીકળ્યો હતો અને પાછળ હું મારી મરજીથી જાવ છું,મને કોઈ શોધવાનો પ્રયાસ કરશો નહીં તેવું લખાણ લખેલું હતું.