વડોદરામાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કર્યું છે. ઝડપાયેલ ઇસમ રીઢો ગુનેગાર હોવાનુ ખુલ્યું છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી આર.જી.જાડેજા તથા એચ.ડી.તુવર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ પી.એમ.ધાખડાનાઓ સ્ટાફ સાથે ચોરીના ગુનાના આરોપીઓની સીસીટીવી,ટેક્નિકલ હ્યુમન સોર્સના આધારે તપાશ કરતા એક સ્પેન્ડર પલ્સ મોં.સા અને ભાંડવાડામાં રહેતા મહમદહુસેન ઉર્ફે કાલુ મીર્ઝા તેમજ તેનો સાથી મોંઈનખાન પઠાણ શંકાસ્પદ જણાઈ આવતા આ બંને આરોપીની તેમના રહેઠાણ તપાસ કરતા બંને આરોપીઓ પોલીસને જોઈ નાસવા જતા બંને આરોપીઓને મોં.સા સાથે કોર્ડન કરતા તેમની પાસેથી રોકડા ૧૪૦૦૦ રૂપિયા અને આ બાઇક બન્ને આરોપીઓ અને એક સગીર આમ ત્રણેય જણાએ સંગમ ચાર રસ્તા પાસે ફરિયાદીને ડેકીમાં પૈસા મુકતા જોઈ તેનો પીછો કરી હરણી વારસીયા રોડ બાજુમાં પાર્ક કરેલ આ મોપેડ અને રોકડા ૪૦,૦૦૦ રૂપિયા ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે.
બાઈક કબજે લઈને આરોપી મહમદહુસેન ઉર્ફે કાલુ અશર્દભાઈ મીર્ઝા,ઉ.વ ૨૧ રહે,ફતેપુરા ભાંડવાડા,હાજી મહોલ્લા, વડોદરા તથા મોંઈનખાન મેહમૂદખાન પઠાણ ઉ.વ ૨૧ રહે,ફતેપુરા ભાંડવાડા,લુહારવાસની ગલીમાં, ઘાસની ગંજી વડોદરાવાળાને ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ અગાઉ પોલીસ મથકમાં ચોરી (૩), મારામારી (૪) આમ કુલ ૦૭ ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને ગુનાહિત પ્રવુતિમાં એક વખત પાસામાં પણ ગયેલ છે.