બગીચાના કામ કરતા માણસો દ્વારા પત્તા,પ્લાસ્ટિક સવારે સળગાવી ધુમાડાઓ કરી શુધ્ધ વાતાવરણને કરેશે પ્રદુષિત
સવારે વોકિંગ પર આવતા નાગરિકો ધુમાડાથી થાયશે પરેશાન,પ્રદુષિત ધુમાડાઓથી વાતારણ,આરોગ્ય અને સ્વાસ્થ પર ખરાબ અસર
ગાંધીનગરના શહેરમા દરેક સેકટરોમા વસાહતીઓને નાગરિકોને હળવા ફરવા તથા નાના બાળકોને રમવા માનસિક શાન્તી માટે નાગરિકોના ટેક્ષના પૈસાથી સારી સગવડો મળે તેવા હેતુથી કરોડોના ખચૅ બનાવવામા આવ્યા છે. જેમા બગીચાની જાળવણી મેન્ટેનશ સાફસફાઈ બાળકોને રમવા માટેના તથા વસાહતીઓના આરોગ્ય ને સ્વાસ્થ કસરતો માટેના જરુરીયાત મુજબ અપુરતા સાધનો છે. ફકત બાગબગીચાઓ લોન અને વૃક્ષો વિવિધ છોડો ઉગાડવામા આવેલ છે. અને ધણી બગીચાની જગ્યાઓ વેરાનછે. આથી સેકટરોના નાગરિકો બગીચાઓનો પુરો ઉપયોગ કરી શકતા નથી.સેકટરોના બગીચાઓમા ચોકીદાર અને બગીચાઓના કામ માટે મજુરો રાખવામા આવેલ છે. જે રાત દિવસ બગીચાઓમા રહે છે. જેઓ વહેલી સવારે 5 વાગ્યા થી 7-30 સુધી બગીચાઓમા ચુલાઓ બનાવી લાકડા પાદડા સળગાવી સવારે ખુબજ મોટા પ્રમાણમા ધુમાડાઓ કરતા હોય છે. જે ધુમાડા પુરા બગીચાઓમા ફેલાય છે.વહેલી સવારે શુધ્ધ વાતાવરણ ચોખ્ખી હવા પ્રદુશિત કરી પ્રદુષણ કરે છે. જે વહેલી સવારે સેકટરોના વસાહતીઓ નાગરિકો સિનિયર સિટીઝનો બહેનો બાળકો બગીચામા વૉકિગ માટે આવે છે. જેઓને આ પ્રદુષિત ધુમાડાના વાતારણથી આરોગ્ય અને સ્વાસ્થ પર અસર પડે છે. ધણા સિનિયર સિટીઝનો સવારે વૉકિગ અને બગીચાઓમા આરોગ્ય સુધારવા કસરતના સાધનોનો ઉપયોગ માટે આવે છે. ધુમાડાને કારણે હેરાન પરેશાન થાય છે.સેકટરોના બગીચાઓમા ચુલા સળગાવવા તથા કચરો સળગાવવા પ્રતિબંધ છે. છતા મહાનગરપાલિકા દ્વારા સેકટરોના દરેક બગીચાઓ ખાનઞી એજન્સીઓને જાળવણી તથા મેન્ટેનશ માટે આપી દીધેલા છે. જેના બગીચાઓના કામ માટે રાખેલા માણસો દવારા સવારે ચુલાઓ સળગાવી ધુમાડાઓ કરી શુધ્ધ વાતાવરણ પ્રદુષિત કરવામા આવે છે. ત્વરિત પણે આ બંધ કરાવવા એજન્સીઓને શહેર વસાહત મહાસંધ અપીલ કરી.