વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા અને પીઆઇ એચ.ડી.તુવરની સલાહ અને માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એ.જે.રાઠવા ની ટીમના સ્ટાફે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો.
ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી બે સગીરને પોલીસે ઝડપી પાડ્યો
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગીરને વડોદરાના આજવા રોડ દશાલાડ પાસેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યાં ચોરી ને અંજામ આપવાનો હોઈ એ વિસ્તારમાં સવારે રેકી કરતા અને બંધ મકાન ચોરીને અંજામ આપતા હતા. મકરપુરા નોવિનો રોડ પર આવેલી પદ્દમપાર્ક સોસાયટીઆ બંને આરોપીઓ આ વિસ્તારમાં ગયા હતા. જે બાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરી આગળની તપાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.
વડોદરાના મકરપુરા અને કપુરાઇ પોલીસ ચોપડે ઘરફોડ ચોરીની ઘટનમ સંડોવાયેલ બે સગીર આરોપીઓની પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મકરપુરા અને કપુરાઇ પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ વડોદરાના આજવા રોડ દશાલાડ હોવાની માહિતી સામે આવી હતી.
બે સગીર વયના આરોપી દ્વારા આ ઘરફોડ ચોરી કર્યાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વડોદરાના આજવા રોડ દશાલાડ નજીકથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસ મકરપુરા અને કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી હતી. જે આરોપીઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે સવારે વહેલા ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાની હકીકત પુછપરછ માં જણાવી હતી.હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાથ ધરી છે.