છેલ્લા ૬ મહિનાથી ચોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ પકડથી દૂર આરોપી ઝડપાયો
ગાંધીનગર જીલ્લાના માણસા અને પેથાપુર પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પેથાપુર પોલીસે ઝડપી પાડયો હતો.
પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સશ્રી એમ.એન.દેસાઈના માર્ગદર્શન હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનના જાબાંઝ હે.કો.મહેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ ભાવેશ દેસાઈએ કથિત આરોપીને ઝડપી પાડ્યો.
માણસા પોલીસ છેલ્લા છ મહિનાથી આરોપીને શોધી રહી હતી તેવામાં પેથાપુર પોલીસે આરોપીને રાંધેજા ચોકડી નજીકથી ઉઠાવી લીધો.
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન અને પેથાપુર પો.સ્ટેમા નોધાયેલા બે ગુનામાં સંડોવાયેલો અને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પેથાપુર પોલીસે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ પેટ્રોલિંગ હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીના આધારે સલીમમીયા ઉર્ફે ગોખરુ નઝીરમિયાબેલીમને ઝડપી પાડયો હતો.ઝડપાયેલા આરોપી ચાર વર્ષથી વોન્ટેડ હતો અને પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો હતો.
ઝડપાયેલા કથિત આરોપી સામે માણસા પો.સ્ટે અને પેથાપુર પો.સ્ટેમાં બે ગુનાઓ દાખલ થયેલ હતા.આ નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પેથાપુર પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
સદર ઇસમ ગાંધીનગર જીલ્લાના માણસ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૯૨૪૦૦૨૮/૨૦૨૪ ઇપીકો કલમ ૩૭૯,૧૧૪ તથા પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૨૧૬૦૧૦૨૪૦૩૩૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો હતો. ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા હતો.
માણસા પોલીસ છેલ્લા છ મહિનાથી આરોપીને શોધી રહી હતી તેવામાં પેથાપુર પોલીસે આરોપીને રાંધેજા ચોકડી નજીકથી ઉઠાવી લીધો.