Breaking
Sun. Jan 19th, 2025

ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી અમદાવાદ રેલવે સર્વલન્સ ટીમ

Spread the love

શ્રી પરીક્ષિતા રાઠોડ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિરીક્ષકશ્રી રેલ્વે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા પ.રે અમદાવાદ નાઓએ પ.રે અમદાવાદ જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા મિલકત સંબંધી ગુનાઓ ન બને તે માટે સૂચના કરેલ જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારીશ્રી સી.પી.મુધવા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એચ.ગઢવી સાહેબ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લાલજી તથા કોન્સ્ટેબલ રૂડાભાઈ તથા લોકરક્ષક રવિન્દ્ર કુમાર તથા સર્વલન્સ ટીમના માણસોએ સીસીટીવી એનાલિસિસ આધારે આરોપીની વોચમાં રહી પકડી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા બે લાખની મતાનો મુદ્દામાલ રિકવર કરેલ છે.

પકડાયેલ આરોપીનું નામ અને સરનામું

આઝાદ ખાન ગુલામ હુસેન જાતે ખાન ઉંમર વર્ષ 31 ધંધો ડ્રાઇવર રહે સી બ્લોક રૂમ નંબર 576 બવાના જે જે કોલોની થાના બોરઘર દિલ્હી, સહ આરોપીઓ નામે તમન્ના રિયાઝ અહેમદ નાસીર અહેમદ જાતે શીખ બંને રહે દિલ્હી

 

 

શોધી કાઢેલ ગુનાઓ
અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં – 148 / 2024 ઇપીકો કલમ 379 તથા I.T.ACT -66 સી મુજબ
અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -162 /2024 ઇપીકો કલમ 379 તથા I.T.ACT -66 સી મુજબ

અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં – 278 /2024 ઇ. પી. કો કલમ 379

વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુણ 418/2024 ઇપીકો કલમ 379,420 તથા IT ACT 66 સી 66 ડી મુજબ

આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ દિલ્હી ખાતે તેઓ અનેક ગુનાઓમાં પકડાયેલ છે જેની વિગત આ પ્રમાણે છે

કમલા માર્કેટ પોલીસ સ્ટેશન, ઓલ્ડ દિલ્હી પોલીસ સ્ટેશન, ન્યુ દિલ્હી રેલવે પોલીસ સ્ટેશન, ન્યુ દિલ્હી રેલવે પોલીસ સ્ટેશન, ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન, હજરત નિઝામુદ્દીન રેલવે પોલીસ સ્ટેશન, ડોમેસ્ટિક એરપોર્ટ પોલીસ સ્ટેશન, પહાડગંજ દિલ્હી પોલીસ સ્ટેશન તથા ઝાંસી રેલ્વે પોલીસ સ્ટેશન માં પણ પકડાયેલ છે.

આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી આ પ્રમાણે છે

એકલદોકલ પેસેન્જર અને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી મોબાઈલ ફોન તથા એટીએમની ચોરી કરી નજીકના એટીએમથી ટ્રાન્જેક્શન કરી તેમજ નજીકની દુકાનમાંથી કોઈ ચીજ વસ્તુની ખરીદી કરી ભોગ બનનારના ખાતામાંથી નાણાંની ચુકવણી કરવાની એમ.ઓ ધરાવે છે

આ સફળ કામગીરી કરવામાં અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈશ્રી જે.એચ.ગઢવી સાહેબ, પીઆઈશ્રી એ.પી.ગામીત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ, હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ, હેડ કોન્સ્ટેબલ વિકાસભાઈ, હેડ કોન્સ્ટેબલ દર્શિતકુમાર, હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ, કોન્સ્ટેબલ જુવાનસિંહ, કોન્સ્ટેબલ રૂડાભાઈ, કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ, એલ આર ડી રવિન્દ્રકુમાર, એલ આર ડી જયેશભાઈ જોડાયેલા હતા

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *