ગુજરાત રાજ્યમાં દારૂબંધી હવે ફક્ત કાગળ પર રહી ગઈ છે
ગુજરાતમાં જો દારૂબંધી હોય તો વાસંદા તાલુકો ગુજરાતના હિસ્સામાં નથી આવતો ?
વાસંદા વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણથી યુવાનો બરબાદી તરફ જઈ રહ્યા છે. શું એ પોલીસને ખબર નથી ?
વાસંદા વિસ્તારમાં ચાલતા દારૂના આ અડ્ડા ઉપરથી દારૂ વેચાણ કરવા માટે પોલીસ વિભાગના 10 જેટલા લોકો હપ્તો લઈ જાય છે?
વાસંદા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે હોવાની બોલતી તસ્વીરો સામે આવે છે ત્યારે આદિવાસી યુવાનોના તરફ વળી રહ્યા હોય ત્યારે વાસંદા વિસ્તારમાં આ ન સહકારી વેપાર બંધ કરવા કોઈ આદિવાસી નેતા આ દારૂબંધીના નામે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે એનો વિરોધ ક્યાં કારણથી નથી કરી રહ્યા?
નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં હાલ ઠેકાણે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો લોક મૂકે ચર્ચાનો વિષય બન્યું છે જ્યારે ખરા અર્થમાં આ વાસી કા તપાસતા આ બાબત સાચી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વાસંદા ના પ્રતાપ નગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જ્યારે અહીં ફક્ત દારૂ વેચાણ નથી થતું પણ દારૂ ખુલ્લેઆમ પીવાય પણ રહ્યો છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોય તો વાસદા વિસ્તારમાં દારૂ વેચવાની પરવાનગી કોણે આપી શું આ દારૂનો અડ્ડો કોઈ પોલીસ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે કે પછી જાણકારી બહાર ચલાવવામાં આવી રહ્યો છે. કેમકે જ્યારે ગુજરાતમાં દારૂબંધીનો છેડ ઉડતો જોવા મળે છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં આ ખુલ્લેઆમ દારૂનું વેચાણ યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લો ખેલવાડ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વાસંદા તાલુકાના પ્રતાપ નગરમાં જ નહીં પણ લોકોમાં ચર્ચા એવી છે કે આખા તાલુકાના દરેક ગામે ગામ દારૂ છે ત્યારે વાસંદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ખુલ્લો સવાલ ઉદભવે છે કે આ દારૂના અડ્ડાઓની માહિતી અધિકારીઓને નથી કે પછી આ દારૂના અડ્ડા ના સંચાલકો પોલીસના અધિકારીઓને મલાઈ પહોંચાડે છે ત્યારે આવનારા દિવસોમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શુ પગલાં રહેશે એ હવે જોવું રહ્યું.
પોલીસ વિભાગ દ્વારા ફલાણા જગ્યાએથી દારૂ પકડ્યું ફલાણી જગ્યા પરથી દારૂ પકડ્યો જે માહિતી આપી ડફા શું મારે છે તો ગુજરાતમાં તો દારૂબંધી છે તો અહીંયા દારૂ આવે જ કેવી રીતે અને વેચાઈ તે પણ ખુલ્લેઆમ શું ખાખીને ખુમારી યુવાનોને નશા ના રવાડે ચડતા અટકાવામાં અસમર્થ છે કે પછી ગાંધીનગર ગુજરાતમાં ગાંધી છાપ નીચે હાથ દબાયેલા રહે છે?
સંવાદ
(૧) આપણા ઘરે દારૂ મળે છે?
જવાબ :- હા મળે છે
(૨) કયો દારૂ મળે છે ?
જવાબ :- બીયર આર સી જોન, મળે છે, આઈ બી નથી.
(૩) તો આર.સી નું શું ભાવ છે?
જવાબ :- તમારે જે જોઈએ એ બોલો ને જલ્દી મેં ચા મૂકી છે બનાવવા માટે અને ૨૦૦ રૃપિયા કોટર ના છે.
(૪) અહીં પીવા દેશો ને પોલીસવાળા તો આવી ના જાય ને.
જવાબ :- જલ્દી જલ્દી પી લેજો પોલીસવાળા શું આવે ૧૦ જાતના પોલીસ આવીને હપ્તો લઈ જાય છે.