Breaking
Fri. Dec 13th, 2024

સરકારી કર્મચારી ન હોવા છતાંપણ પોલીસ અને જી.એસ.ટી અધિકારી ઓળખ આપી વેપારીઓ પાસેથી ફ્રોડ કરી રૂપિયા પડાવી ઠગાઇ આચરનાર આરોપી ઝુબેર મેમણને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપીયો

Spread the love

લોક અધિકાર, ગાંધીનગર ૨૪ નવે ૨૦૨૪

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલીંગ દરમ્યાન હતી. અને તે સમયે બાતમી મળેલ કે અગાઉ ઠગાઈના ગુનાઓમાં પકડાયેલ ઇસમ ઝુબેર ઇબ્રાહીમ મેમણ રહે. રાજપુરાની પોળ વડોદરા જે પોતાના આર્થીક ફાયદા માટે સરકારી કર્મચારી ન હોવા છતાંપણ પોતે પોલીસની તેમજ જી.એસ.ટી. વિભાગમાંથી અધિકારીઓની ઓળખ આપી વેપારી તથા વ્યક્તિઓને ફોન પર બીલ વગરનો માલ તેમજ ચોરીનો માલ લીધેલાનુ જણાવી આ અંગે કેસ કરવાની ધમકી આપી વેપારીઓને ડરાવીને રૂપીયા મેળવી ઠગાઇ કરતો હોવાનું ગુનાહીત કૃત્ય કરતો હતો.

 

હકિકત આધારે આજવા રોડ શબીનાપાર્ક સોસાયટી આજવા રોડ ખાતેથી ઇસમ ઝુબેર ઇબ્રાહીમ મેમણ ઉ.વ.૩૮ રહે. રાજપુરાની પોળ વડોદરા હાલ. શબીનાપાર્ક સોસાયટી, સરદાર એસ્ટેટ સામે આજવા રોડ વડોદરાને શોધી કાઢી સદર ઇસમની માહીતી આધારે સઘન પુછપરછ કરતા સદર ઇસમે ભુજ ખાતે એક ચોક્સીને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલતો હોવાનુ તેમજ ચોક્સીએ ચોરીના સોના ચાંદિના દાગીના ખરીદ કરેલ હોય ગુનામા ઘરપકડ કરવાની હોવાનું તેમજ ધરપકડ ન કરાવી હોય તો રૂપીયા આપવા પડશે તેમ જણાવી અલગ અલગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો કરાવી રૂ.૮૧,૦૦૦ નુ એક ટ્રાન્ઝેક્શન તાંદલજા હિબા કોમ્પલેક્ષમા દુકાન ધરાવતા વેપારીને વિશ્વાસમાં લઇ ખાતામા પોતાની દિકરીના ઉમરા જવાનુ હોવાથી ઓનલાઇન રૂપીયા ટ્રાન્સફર કરી રોકડમા આપવાના બહાને સાયબર ફ્રોડ કરી મેળવેલ નાણા વેપારી તથા વેપારીના મિત્રના ખાતામાં નંખાવી વેપારી પાસેથી રોકડમા નાણા મેળવેલ હોવાની હકિકત જણાવેલ જેથી સદર ઇસમે જણાવેલ હકિકત આધારે તપાસ કરતા ભુજ એ ડીવીઝીન પોલીસ સ્ટેશન તેમજ ખોટુ કારણ રજુ કરી ઠગાઇના નાણા વેપારીના ખાતામાં ટ્રાન્સફર કર્યા અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનુ અને આ સિવાય પણ બાલાશિનોર, સરદાર એસ્ટેટ ખાતેના વેપારી/ચોક્સીઓને પોતે GST તેમજ પોલીસ અધિકારી હોવાનું કહિ ફોન દ્વારા ડરાવી રૂપીયા માંગેલ હોવાની હકિકત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમીક પુછપરછમા જણાવેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર, પો.સબ ઇન્સ.ડી.આર.દેસાઇ તથા ટીમના અજીત, નિતીન, જૈનુલઆબેદીન, કુલદિપસિંહ, મહેંદ્રસિંહ, કિશોરભાઇ, પ્રતિપાલસિંહ, પ્રદીપસિંહ દ્વારા કરવામા આવેલ છે….

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *