લોક અધિકાર, ગાંધીનગર ૨૪ નવે ૨૦૨૪
વિદેશી દારૂની ૪૧૬ બોટલ અને બીયરના ૬૬૦ ટીન જપ્ત કરાયા
ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતેથી પેથાપુર પોલીસે૧.૬૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી એમ.એન.દેસાઈના માર્ગદર્શનમાં ટીમ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કોલવડા ગામ ખાતે રહેતાં કિશોરજી ઉર્ફે જીગો બાબુજી ફકાજી ઠાકોર તથા તેની માતા મંજુલાબેન બાબુજી ઠાકોર પોતના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી સંતાડી સુટકમાં વેચાણ કરે છે.
જેના આધારે પોલીસે રેડ કરતાં કિશોરજી ઉર્ફે જીગો તથા મંજુલાબેન બાબુજી ઠાકોર મળી આવ્યા ન હતા જોકે તેના ઘરમાં તપાસ કરતાં વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ૪૧૬ બોટલ અને બીયરના ૬૬૦ટીન મળી કુલ ૧,૬૬,૧૨૦નો દારૂ હતો. જેને પગલે પેથાપુર પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીકિશોરજી ઉર્ફે જીગો તથા મંજુલાબેન બાબુજી ઠાકોર સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતા.
આ સદર કામગરીમાં પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઇશ્રી એમ.એન.દેસાઈ સાહેબ,એએસઆઈ બાબુભાઇ જેસંગભાઈ,હે.કોન્સ જસવંતસિંહ છત્રસિંહ,હે,કોન્સ જયેશકુમાર માધાભાઇ હે.કોન્સ મહેન્દ્રસિંહ રામભાઈ,હે કોન્સ અનિલસિંહ દલપતસિંહ , કોન્સ્ટેબલ ભરતકુમાર ભવાનભાઈ,જીતેન્દ્રકુમાર ગેબાભાઈ,રણછોડભાઈ અજમલભાઈ તથા અક્ષયકુમાર બળદેવભાઈ આ કામગીરીમાં જોડાયેલ હતા .