લોક અધિકાર, ગાંધીનગર ૨૪ નવે ૨૦૨૪
પોલીસે ૨ લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો,
ગોંડલ તાલુકા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન હતી. અને પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે એક ફોરવ્હીલ કારમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરેલ હોય જે બાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફોરવ્હીલ કારની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૬૩ કિ.રૂ. ૫૪,૫૦૦ તથા ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૦૪,૫૦૦ ના મુદામાલ સાથે ત્રણ આરોપી જેમા ૧. જહાંગીર અમીનભાઇ શેખ ઉ.વ.૪૦ રહે.સુખનાથ ચોક, પીસોરીવાડા,શેરી નંબર.૫ તા.જી.જુનાગઢ, ૨.આનંદ છગનભાઇ સરવૈયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે. ઉપરકોટ પાસે તા.જી.જુનાગઢ, ૩. નરેશ હિરાભાઇ નાગદેવ ઉ.વ.૩૩ ધંધો. ડ્રાઇવિંગ રહે.ટીંબાવાડી વિસ્તાર, સારથી એપાર્ટમેન્ટ,બ્લોક નંબર.૨૦૨ બીજામાળે તા.જી.જુનાગઢ ત્રણેય આરોપી જુનાગઢ હોવાના રહેવાસી છે. ત્રણેય આરોપીને મુદામાલ સાથે પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે. આ કામગીરીમા પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ આર.આર.સોલંકી, હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિહ વાળા, રૂપકભાઇ બોહરા, પો.કોન્સ રવિરાજસિહ વાળા, રણજીતભાઇ ધાધલ, સંજયભાઇ મકવાણા રાજેન્દ્રસિહ ગોહિલ સહિત સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે….
લોક અધિકાર, ગાંધીનગર ૨૪ નવે ૨૦૨૪