ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા, પ્રેમ સંબંધ થતાં યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી,સગીરાનું અપહરણ કરી હોટલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી
ખોખરામાં રહેતી ૧૪ વર્ષની સગીરા નરોડાના યુવક સાથે સોશિયલ મિડિયાથી સંપર્કમાં આવી હતી ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થતાં યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરા સગર્ભા બની હતી આ ઘટના અંગે ખોખરા પોલીસે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શારિરીક ફેરફારથી માતાને શંકા જતાં દિકરીએ કબૂલાત કરી છ માસના ગર્ભેનો ભાંડો ફૂટયો,માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી
ખોખરામાં ૪૦ વર્ષની મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા હિતેષ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૪ વર્ષની દિકરીને આરોપી સાથે ઇન્સ્ટાગ્રામથી મિત્રતા થઇ હતી બાદમાં ફોેન ઉપર વાતચીત કરતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. ત્યારબાદ યુવક સગીરાનું અપહરણ કરીને વસ્ત્રાલ ખાતેની હોટેલમાં લઇ જઇને લગ્નની લાલચ આવીને તેણીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.
તાજેતરમાં સગીરાના શરીરમાં ફેરફાર દેખાતા માતએ પૂછપરછ કરતાં દિકરીએ સમગ્ર હકીકતની જાણ કરતાં સગીરાને છ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ખોખરા પોલીસે આરોપી સામે પોક્સો અને અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.