Breaking
Fri. Jan 24th, 2025

ચેન સ્નેચીંગના ગુનાઓ આચરતી ગેંગના સાગરીતને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસમાં પકડી પાડતી સેક-૭ પોલીસ

Spread the love

ગાંધીનગર :    ગુજરાતની રાજધાની અને કેપિટલ સિટી કહેવાતા ગાંધીનગર શહેરમાં ચોરી, લૂંટ તથા ચેઇન સ્નેચીંગના ગુનાઓ આચરતા સાગરીતોને પકડવા સારું પોલીસ મહા નિરીક્ષકશ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. ટી.ગોહિલ સાહેબ નાઓએ સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં બનેલ ચેઇન સ્નેચીંગ તથા બેગ લિફ્ટિંગ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું અસરકારક એક્શન પ્લાન્ટ બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય. જે સૂચના મુજબ અમો પોલીસ ઇન્સ્પેક્ટર બી બી ગોહિલ ના હોય તાજેતરમાં ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 11 21 60082 40 48 3 2024 બીએનએસ કલમ 304 54 317 મુજબનો ગુનાઓ દાખલ થયેલ જે ગુનાઓ ડિટેક્ટ કરી કામગીરી કરવા સારું અધિકારી તથા પોલીસ કર્મચારીઓને સુચના કરેલ જે સૂચના અન્વયે તાત્કાલિક ગુના વાળી જગ્યાની મુલાકાત કરી સીસીટી ફૂટેજ તપાસ કરેલ તથા હ્યુમન સોર્સિસથી અંગત બાતમીદારોને સક્રિય કરેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પ્રદીપસિંહ ના ઓને ચોક્કસ માહિતી મળેલ કે સદર ગુનામાં ચોરાયેલ મુદ્દામાલ લઇ એક ઇસમ શરીરે વાદળી કલરની ટીશર્ટ તથા કાળા કલરનું લોવર પેરેલ છે જે ઈસમ સેક્ટર 15 ના કટની આજુબાજુ ફરે છે જે હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળી વ્યકિત જણાતા આરોપી રહીમ ઉર્ફ ભુરો મહમદ હુસેન ખોખર રહે,પેથાપુર સંજરી પાર્ક ગાંધીનગરને તાત્કાલિક પકડી પાડેલ જેની પાસેથી સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુ.ર.નં -11216008240483 / 2024 બીએનએસ કલમ 304,54,317 ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતા યુક્તી પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા બીજા ચેઇન સ્નેચીંગ ચોરીનો મુદ્દામાલ પાર્થ વિજયભાઈ જયસ્વાલ જણકાર સેક્ટર 24 મકાન નંબર 91 ડબલ ડેકર ગાંધીનગરન ને વેચાણ આપેલાનું જણાવતો હોય જણકાર જ્વેલર્સ ખાતેથી અન્ય ગુનાઓનો મુદ્દામાલ કબજે કરેલ છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીને પકડી પાડી અનેક ગુનાઓ શોધી કાઢેલ છે

જેમાં વડનગર પોલીસ સ્ટેશન બાઇક ચોરીનો ગુનો, સેક્ટર 21 પોલીસ સ્ટેશનના એકટીવા ચાલકની પાછળ બેસેલ મહિલાના હાથમાંથી પર્શ ખેંચવાનો પ્રયત્ન, તથા સોનાના દોરાની લૂંટ, સેકટર 7 પોલીસ સ્ટેશનના સોનાના દોરાની લૂંટનો ગુનો, હિંમતનગર શહેર ખાતેથી હિંમતનગર આરટીઓ સર્કલ થી ઈડર બાજુ પાંચેક કિમી જતા એકટીવા ચાલકના પાછળ બેસીને મહિલાના ગળામાંથી એક સોનાના દોરાની લૂંટનો ગુનો, ચિલોડા પોલીસ સ્ટેશનનો બેગ લીફ્ટિંગનો ગુનો, તથા અડાલજ પોલીસ સ્ટેશન નો ચેઇન સ્નેચીગનો ગુનોઓ શોધી કાઢેલ છે..

આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ આ પ્રમાણે છે

એક સોનાનો ટુટેલો દોરો જેનું વજન 10.400 જેની કિંમત રૂપિયા 65,988 એક સોનાનો ટુટેલો દોરો જેનું વજન 10.900 જેની કિંમત રૂપિયા 61,476 એક સોનાનો ટુટેલો  દોરો જેનું વજન 9.780 જેની કિંમત રૂપિયા 51,59 એક સોનાનો ટુટેલો લોક સાથેનો દોરાનો ટુકડો જેનું વજન 2.420 જેની કિંમત રૂપિયા 15354 તથા એક રેડમી કંપનીનો એ ટુ મોડેલનો આછા લીલા કલરનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 એમ કુલ કબજે કરેલ મુદ્દા માલ જેની કિંમત રૂપિયા 1,99,370

 પકડાયેલ આરોપી

રહીમ ઉર્ફે ભૂરો મહમદ હુસેન ખોખર રહે પેથાપુર સંજરી પાર્ક છાપરા ગાંધીનગર

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

રહીમ ઉર્ફે ભૂરો ચિલોડા પોલીસ સ્ટેશનમાં માણસા પોલીસ સ્ટેશનમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં કડી પોલીસ સ્ટેશનમાં દહેગામ પોલીસ સ્ટેશનમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પહેલા પકડાઈ ચૂકેલ છે

પકડવાનો બાકી અને વોન્ટેડ આરોપી

ઇમરાનશા યાસીનશા દિવાન રહે,જુહાપુરા અમદાવાદ

આ સફળ અને પ્રસશંનીય કામગીરી કરવામાં સેકટર ૭:પોલીસ સ્ટેશનના પો. ઇન્સશ્રી બી.બી.ગોયલ સાહેબ તથા સે. પો. ઇન્સશ્રી એચ.જી.દેસાઇ સાહેબ તથા પો.સબ.ઇન્સશ્રી એ.જી.એનુરકાર તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પ્રદિપસિંહ, કોન્સ્ટેબલ સંજયસિંહ ઘનશ્યામસિંહ, હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ મોહનભાઈ, કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ રતનસિંહ, કોન્સ્ટેબલ સચિનસિંહ શતુજી, કોન્સ્ટેબલ દિનેશભાઈ મૂળજીભાઈ, હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ વિરમભાઈ, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ, કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ, કોન્સ્ટેબલ રાજેશજી રમણજી ના ઓ આ કામગીરી માં જોડાયેલ હતા

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *