Breaking
Fri. Dec 13th, 2024

ગોરવા ખાતે હોન્ડા સાઇન મોટર સાયકલની ઉઠાંતરી કરનારા બે ઇસમોને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા

Spread the love

લોક અધિકાર વડોદરા

તા.૧૭ નવેમ્બર ૨૦૨૪

વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ વડોદરા શહેરમાં વાહનચોરીના ગુનાઓ કરતાં ઇસમોને શોધી કાઢી વાહનચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરવાની સુચના માનનીય પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય,

ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ACP એચ.એ.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિ./કર્મચારીઓ વાહનચોરીના ગુનાઓ કરતાં ઇસમોને સીસીટીવી,ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે શોધી કાઢવાની કામગીરીમાં સતત પ્રયત્નશીલ રહેલ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સ. એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ પો.સબ ઇન્સ.વી.સી.ચૌહાણનાઓની ટિમના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન બે સગીર કિશોર શંકાસ્પદ રીતે મળતા જેથી આ બન્ને સગીર કિશોરોના વાલીઓને બોલાવી તેઓની પુછપરછ દરમ્યાન તેઓએ આજથી સવા બે મહીના પહેલા ગોરવા ખાતેની સોસાયટીમાંથી એક હોન્ડા સાઇન લીવો મોટર સાયકલની ઉઠાંતરી કરી લઇ આવી આ મોટર સાયકલ પેટે રૂપીયા મેળવવાના ઇરાદે આણંદ જીલ્લામાં રહેતા તેના મિત્રને વેચી નાંખવા અથવા ગિરવે રાખવા માટે આપી આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ. આ ચોરીમાં ગયેલ મોટર સાયકલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરી આ મોટર સાયકલ ચોરી બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો બાબતે ગોરવા પો.સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. આ બન્ને સગીર વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન ગુ.ર.ન-૧૧૧૯૬૦૦૭૪૦૭૨૪૦૭૨૨ /૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ છે.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બન્ને સગીરને ઝડપી પાડી તેમજ ચોરીમાં ગયેલ હોન્ડા સાઇન મોટર સાયકલ કીમંત રૂપીયા ૪૦,૦૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ સારી કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર, પો.સબ ઇન્સ.વી.સી.ચૌહાણ તેમજ ટિમના કુલદીપભાઇ, અલ્પરાજસિંહ, નરોત્તમભાઇ, હરદીપસિંહ, સંજયભાઇ, અશોકભાઇ સહિત સ્ટાફગણ દ્વારા કરવામા આવેલ છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *