લોક અધિકાર વડોદરા
તા.૧૭ નવેમ્બર ૨૦૨૪
વડોદરા શહેરમાં પ્રોહીની પ્રવૃતી નેસ્તેનાબુદ કરવા માટે પ્રોહીની સતત રેઇડો કરી પ્રોહીના કેસો કરવાની તેમજ પ્રોહીની પ્રવૃતી કરતાં તેમજ પ્રોહી.ના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેટળ પો.સબ ઇન્સ.પી.એન.રબારી તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ડભોઇ રોડ એમ.એમ.વોરાના શો-રૂમ પાસેથી પ્રોહી બુટલેગર ઇસમ નામે પીયુષ રતીલાલ પરમાર ઉ.વ.૩૬ રહે. અનસુયાનગર, ડભોઇ રોડ, વડોદરા શહેરનાને શોધી કાઢવામાં આવેલ. આ ઇસમની પુછપરછ અને આ ઇસમ સંબધે ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ નર્મદા જીલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનાની તપાસ દરમ્યાન ગુનામાં સંડોવણી હોવાનુ જણાવેલ અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા જેથી સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અંગે તિલકવાડા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે તિલકવાડા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે. આ પકડાયેલ આરોપી પિયુષ રતિલાલ પરમાર રહે.વડોદરાની સંડોવણી જણાઇ આવેલ તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની વિગત નર્મદા જીલ્લાની એલ.સી.બી.એ મળેલ બાતમી આધારે તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ વરવાડા ગામથી વડીયા ગામ તરફ જતા રસ્તા પર ખેતરના શેઢા ઉપર રેઇડ કરતાં સ્થળ પર કટીંગ કરવા સારૂં લીમડાના ઝાડ નીચે તાડપત્રી નીચે ઢાંકીને રાખેલ જુદી-જુદી બ્રાંડનો વિદેશી દારૂ ભરેલ બોટલ કુલ નંગ- ૧૩૦૦ કુલ કિ.રૂ. ૩,૨૩,૬૦૦ નો શોધી કાઢેલ. આ અંગે ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ દરમ્યાન હાલના પકડાયેલ આરોપીની સંડોવણી જણાઇ આવેલ અને આ આરોપી પિયુષ પરમારનો પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો રહેલ હોય આ નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.
આ આરોપી ગુન્હો નર્મદા જીલ્લા તીલકવાડા પો.સ્ટેશન ગુ.૨.નં.૧૧૮૨૩૦૨૫૨૪૦૭૪૦/૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), (ઇ),૮૧ મુજબ છે. પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ અગાઉ વડોદરા શહેર તથા ગ્રામ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના- ૦૮, મારામારી-૦૧, જુગાર-૦૧, જાહેરનામા ભંગનો- ૦૧ મળી કુલ- ૧૨ (બાર) જેટલા ગુનાઓ નોંધાયેલ
છે.
અને આ આરોપી તેની આ ગુનાહીત પ્રવૃતીના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં પણ ગયેલ છે. આ કામગીરીઓ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.આર.જી.જાડેજા, પો.ઇન્સ.એચ.ડી.તુવર, પો.સ.ઈ.પી.એન.રબારી તથા વિજયકુમાર, ભરતભાઇ, સંદીપસિંહ, ગોવિંદસિંહ, રમેશભાઇ, અનિરૂધ્ધસિંહ, નરેશભાઇ, હરેશભાઈ, કાનાભાઇ, સંગિતાબેન, અભીભાઇ, નિધીબેન દ્વારા કરવામા આવી છે.