Breaking
Fri. Dec 13th, 2024

જવાહરનગર ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા પ્રોહી બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય

Spread the love

લોક અધિકાર વડોદરા તા.૧૭ નવેમ્બર ૨૦૨૪

વડોદરા શહેરમાં પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્તેનાબુદ કરવા માટે પ્રોહી-જુગાર અંગે સતત રેઇડો કરવાની તેમજ પ્રોહી-જુગારના ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થયેલ તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર મનોજ નિનામાનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા તથા ACP એચ.એ.રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવાની કામગીરી માટે સતત પ્રયત્નશીલ રહેલ.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેટળ પો.સબ ઇન્સ.પી.એન.રબારી તથા ટિમના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ માહીતી આધારે પદમલા હાઇવે ગોપી હોટેલ ખાતેથી ઇસમ નામે ગુફુ રામનરેશ જયસ્વાલ હાલ રહે. લકી હોટલ પાછળ દિપક બારીયાની ચાલી રણોલી જી.આઇ.ડી.સી. તા.જી.વડોદરા મુળ, બિહાર રાજ્યને પકડી પાડેલ. સદર ઇસમની પુછપરછ અને ખાત્રી તપાસ દરમ્યાન આશરે પ૧૫ દિવસ પહેલા કરચીયા તળાવ પાસેથી ક્રાઇમ બ્રાન્ય દ્વારા કંટ્રી કલબ ડીલક્સ વ્હીસ્કી બ્રાંડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ- ૧૨૩ કુલ કી.રૂ.૧૦,૮૨૪ નો મુદ્દામાલ પકડી પાડેલ હોય આ ગુનામાં આ પકડાયેલ આરોપીની સંડોવણી હોય તેમજ આ આરોપી આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાનુ જણાતા ક્રાઇમ બ્રાન્ચે આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જવાહરનગર પો.સ્ટેશન સોંપી આપેલ છે.

અને સંડોવાયેલ અને નાસતા ફરતા રહેલ ગુનાની વિગત જવાહરનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.- 11196009240398/2024 પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૦૮ મુજબ નોંધાયેલ હતો. આ સાથે આ આરોપી ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. આ પકડાયેલ આરોપી ગુફુ જયસ્વાલ સામે અગાઉ પ્રોહીબીશનના ૧૫ (પંદર) થી વધુ ગુનાઓ નોંધાયેલ છે.તેમજ આ આરોપી તેની આ દારૂની ગુનાહીત પ્રવૃતીના કારણે ૦૫(પાંચ) વખત પાસા હેઠળ જુદી-જુદી જેલમાં પણ ગયેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવર, પો.સબ.ઇન્સ પી.એન.રબારી તથા ભરતભાઇ, વિજયકુમાર, સંદીપસિંહ, ગોવિંદસિંહ, રમેશભાઇ, અનિરૂધ્ધસિંહ,નરેશભાઇ,હરેશભાઈ, કાનાભાઇ, સંગિતાબેન, અભીભાઈ, કોમલબેન, નિધીબેન સહિત સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે……

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *