લોક અધિકાર વડોદરા તા.૧૭ નવેમ્બર ૨૦૨૪
અટલાદરા રોડ ચીલઝડપ કરનાર ત્રણ સગીરોને ઝડપી પાડી અટલાદરા પોલીસ સ્ટેશનનો ગુનાનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
ગઇ તા.૦૯/૧૧/૨૦૨૪ ના રોજ ફરીયાદીબેન પોતાની દિકરીની પાછળ એક્ટીવા ઉપર બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. અને તે દરમ્યાન રાત્રીના સાડા દસેક વાગ્યે બાલાજી સ્કાયરાઈઝ બિલ્ડીંગ નજીક અટલાદરા થી પાદરા તરફ જવાના રોડ જઈ રહ્યા હતા. તે સમયે એક કાળા કલરના મોટરસાઇકલ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો જેઓના નામઠામ કે મો.સા.નો નંબર નથી તેઓ ફરીયાદીના એક્ટીવાની જમણી બાજુથી પાછળથી આવી ફરિયાદીબેનના ખભા પર રાખેલ કાળા કલરનુ બેગ કે જેમા રોકડ રકમ રૂપીયા ૬૨,૦૦૦ તથા ત્રણ એક્ટીવાની ચાવીઓ તેમજ ફોરવ્હીલ નીશાન મેગ્નાઇટ ગાડીની ચાવી ફરીયાદી અને તેમના પતીના જુદી જુદી બેંકોના એ.ટી.એમ.કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુટણીકાર્ડ તેમજ વીવો કંપનીનો મોબાઇલ ફોન રાખેલ તે બેગ ખેચી ઝુંટવી લઈ જઈ આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરી પાદરા તરફ પુરઝડપે મોટર સાઇકલ ચલાવી નાસી જઇ ગુનો કરેલ હોય આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.- ૧૧૧૯૬૦૪૪૨૪૦૪૩૨/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૪,૫૪ અન્વયે ગુનો નોંધાયેલ હતો.
આ મહીલા સંબધીત ચીલઝડપનો અનડીટેકટ બનેલ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર મનોજ નિનામાનાઓની સુચના મળેલ હોય જેથી ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિં જાડેજા તથા ACP એચ.એ.રાઠોડઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સ.એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ પો.સબ ઇન્સ.ડી.આર.દેસાઇ તથા ટિમના માણસોએ આ ચીલઝડપના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારીત સતત તપાસ કરવામાં આવતા આ ગુનામાં એક સગીર તેમજ તેના બે સાગરીત સગીરો શંકાસ્પદ જણાઇ આવતા જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સાગરીતો અંગે તપાસ કરી તેઓને શોધી કાઢી સગીરોના વાલીઓની હાજરીમાં આ ગુના સંબધે પુછપરછ કરવામાં આવતા આ ત્રણ સગીરોએ આર્થીક લાભ મેળવવા માટે તેઓ પાસેની મોટર સાયકલનો ઉપયોગ કરી રાત્રીના સમયે એકટીવા પર બેસી જઇ રહેલ મહીલાનું પર્સ ઝુંટવી લીધેલાની કૃત્ય કરેલાની હકીકત જણાઇ આવેલ. આ સગીરાઓએ ગુનો કરવા માટે ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટર સાયકલ તેમજ ચીલઝડપ કરી મેળવેલ રૂપીયા પૈકીના રોકડા રૂ.૧૩,૦૦૦ મહીલાનું પર્સ અને ડેબીટ કાર્ડ નંગ-૦૧ તેમજ વિવો કંપનીનો મો.ફોનને તપાસ અર્થે કબજે કરી આગળની તપાસ માટે અટલાદરા પો.સ્ટેશનને સોંપવામાં આવેલ છે. અને ગુનામાં ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટર સાયકલ તેમજ ચીલઝડપ કરી મેળવેલ રૂપીયા પૈકીના રોકડા રૂ.૧૩,૦૦૦, મહીલાનું પર્સ અને SBI બેંકનું ડેબીટ કાર્ડ નંગ- ૦૧ તેમજ વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૭૩,૦૦૦ ના સાથે ત્રણેય સગીરોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર, પો.સબ ઇન્સ.ડી.આર.દેસાઇ તેમજ સ્ટાફના નિતીનભાઇ, જેનુલઆબેદીન, અજીતસિંહ, કુલદીપસિંહ, મહેંદ્રસિંહ, પ્રતિપાલસિંહ, પ્રદીપસિંહ દ્વારા કરવામા આવેલ છે…