માણસના અમરપુરા (ખરણા) મહાકાળી માતાના મંદિરમાં થયેલ ચોરી મામલે ગાંધીનગર એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
એલ.સી.બી – ૧, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને ખાસ સૂચના આધારે એલ.સી.બી – ૧ પો.ઇન્સ. શ્રી ડી.બી.વાળા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી એમ.એસ.રાણા, પો.સ.ઇ. શ્રી જે.જે.ગઢવી, પો.સ.ઇ. શ્રી એચ.પી.સોલંકી નાઓને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ આધારે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માણસા – ગાંધીનગર હાઇવે રોડ ઉપર આવેલ ધોળાકુવા ગામના પાટીયા ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક ઇસમ પોતાના હાથમાં થેલી લઇને આવતો હોય જે પોલીસના માણસો જોઇ રોડથી નીચે ઉતરી ખેતરોમાં થઇ ભાગવા લાગતા તેની ઉપર શંકા જતા જેને કોર્ડન કરી પકડી નામઠામ પુછતા અર્જુન ફતીયાભાઇ કાસીયાભાઇ નટ ઉ.વ.૩૪ રહે. કુંભારીયા ગામ, ત્રણસ રસ્તા, તા.દાંતા જી.બનાસકાંઠા વાળાને પકડી પાડી તેની પાસેથી ચાંદીના નાના છત્તર નંગ – ૦૨ કિ.રૂા.૨,૦૦૦/- તથા રોકડા રૂા.૧,૫૦૦/- તથા રીયલ મી કંપનીનો મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂા.૫,૦૦૦/- મળી કુલ રૂા.૮,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી માણસા પોલીસ સ્ટેશન વિસ્તારનો મંદિરનો ઘરફોડ ચોરીનો તેમજ ગાંધીનગર જીલ્લના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મંદિર ચોરીના ગુનાઓ આચરેલાની કબુલાત કરેલ છે . આમ એલસીબી ટીમે ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પકડવાનો બાકી આરોપી–
(૧) ભેરૂભાઇ ગોકળભાઇ શરમલભાઇ નટ
(૨) ઇન્દ્રાજભાઇ પ્રકાશભાઇ નટ બંને રહે. કુંભારીયા ગામ, તા.દાંતા જી.બનાસકાંઠા
આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ આવે અને કોઈપણ પ્રકારનો ભય પેદા ના થાય તે માટે પોલીસ દ્વારા આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અન્ય અસામાજિક તત્વોમાં પણ પોલીસનો અને કાયદાનો ડર ઉભો કરી સુરક્ષાનો વિશ્વાસ ઉભો કર્યો છે.