Breaking
Fri. Dec 13th, 2024

નીરોગી રહેવાનો રામબાણ ઇલાજ : ખાવું, પીવું ને જલસા કરવા

Spread the love

પીએમ મોદીજીએ એક જમાનામાં ‘મન કી બાત’માં કહ્યું હતું કે તમે એન્ટિબાયોટ્કિસનો આડેધડ ઉપયોગ બંધ કરો. એમણે એ પણ કહ્યું દાયકાઓ પહેલાં એમણે મોટા ભાગની એલોપથી દવાઓ પણ ત્યજી દીધી છે. એ જ કારણ હશે કે અમે ક્યારેય બહુ ગંભીર કે બહુ લાંબી બીમારીઓના શિકાર નથી બનતા.

સાજાનરવા રહેવું માણસના પોતાના હાથમાં પહેલું સુખ તે જાતે નર્યા. આપણને સુખી કરવા માટે જુઓ કેટકેટલા લોકો નીકળી પડ્યા છે. થોડીક સદીઓ પહેલાં આપણને સાજાનરવા રાખવા માટે થોડી જડીબુટ્ટીઓ, થોડાક યોગાસન ને પ્રાણાયામ પૂરતાં હતાં. હવે એટલાથી કામ નથી ચાલતું. તમે માંદા પડો એની રાહ જોઇને બેઠેલાઓ અબજો રૂપિયાનું રોકાણ કરીને બેઠા છે. હૉસ્પિટલો, ડાયગ્નોસ્ટિક સેન્ટરો, મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ, દાક્તરી સાધનો બનાવનારી કંપનીઓ અને એમના દલાલો. તમે માંદા ન પડો એ માટે ગલીએ ગલીએ જિમ્નેશિયમ અને ખાણીપીણીની સલાહ આપનારા ન્યૂટ્રિશનિસ્ટ કે ડાયેટિશ્યન્સ ફૂટી નીકળ્યા છે.

હેલ્થ-સાજાનરવા રહેવું માણસના પોતાના હાથમાં છે. કેળાં, પપૈયાં કે તરબૂચ ખાઈને એમાંથી મળતુ પોષણ મેળવવું કે એના કરતાં સોગણી મોંઘી મલ્ટિવિટામિનની ટિકડીઓ ખાવી એનો નિર્ણય આપણે કરવાનો છે, દાકતરોએ નહીં. અમુક સર્જરી અને કેટલીક ઇમરજન્સીઓને બાદ કરતાં, નવ્વાણું ટકા જેટલી સ્વાસ્થ્યને લગતી ફરિયાદો માણસ પોતે જ પોતાની રીતે દૂર કરી શકે છે.

કોણ કહેશે કે જાડા હોવું એટલે શું? ટીવી શોમાં દેખાતા જાડિયાઓ અપવાદ છે. ટીવી શોમાં દેખાતી બ્યુટી કોન્ટેસ્ટની છોકરીઓનાં ફિગર પણ અપવાદ છે. ટીવીના રિયાલિટી શોને હકીકતમાં અનરિયાલિટી શો કહેવા જોઇએ. બોડી માસ ઇન્ડેક્સ અર્થાત્ કેટલી હાઇટ હોય તો કેટલું વજન હોવું જોઇએ એનું માપ સૌને લાગુ ના પડે.

દરેક પ્રજાનું કાઠું અલગ અલગ હોય. ઇટાલિયનો બટકા અને જાડા હોય તોય ભારે એનર્જેટિક હોય અને આફ્રિકનો આપણા કરતાં દોઢા લાંબા પહોળા અને વજનદાર હોય તોય આપણા કરતાં અનેકગણા સ્ફૂર્તિવાન હોય. તમને પોતાને તમે તંદુરસ્ત લાગો એટલું પૂરતું છે. હેલ્થ ઇન્ડસ્ટ્રીનો નફો રળનારી કંપનીઓ તમને જે પટ્ટી પઢાવે તેની અવગણના કરવાની.

બ્લડપ્રેશર કેટલું હોય?
આદર્શ બ્લડપ્રેશર કેટલું હોય? તમે તરત કહેશો વન ટ્વેન્ટી અપોન એઇટી. સરસ. કોણે કહ્યું? ડૉક્ટરસાહેબે. સાહેબને કોણે કહ્યું. સાહેબ મેડિકલ કૉલેજમાં ભણી આવ્યા. મેડિકલ કૉલેજના પ્રોફેસરો આ વાત ક્યાંથી જાણી લાવ્યા? એક મશહૂર સર્વેક્ષણમાંથી. અને આ સર્વે કરાવ્યો કોણે? અમેરિકાની એક જાણીતી ઇન્શ્યોરન્સ કંપનીએ. શું સર્વે હતો? તો કહે સર્વેમાં માલુમ પડ્યું કે ઉપરનું ૧૨૦ અને નીચેનું ૮૦ આટલું બ્લડપ્રેશર બહુ જ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે છે. માટે રાખો આ જ માપદંડ જેથી વીમો કઢાવવા આવતી વ્યક્તિઓને કહી શકાય કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ નથી એટલે પ્રીમિયમનો દર ઊંચો ભરવો પડશે!

આવું જ ડાયાબિટીસનું છે. વર્લ્ડ  હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જાહેર કર્યું કે અગાઉ તમારા શરીરમાં શુગરનું પ્રમાણ અમે કીધું હતું એના કરતાં હવે દસ પોઈન્ટનો ફરક હશે તો પણ તમે ડાયાબિટીસના દર્દી ગણાશો. લો, રાતોરાત તમારા હાથમાંનું રસગુલ્લું છિનવાઇ ગયું.આના માટે જવાબદાર કોણ? ‘WHO’ને તોતિંગ ડોનેશનો આપતી દવા કંપનીઓ.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *