વડોદરાના સામ વિસ્તારના પુષ્પનગર એપાર્ટમેન્ટમાં રહેતા મનદીપ મહેશકુમાર શર્મા બાઈકની ચોરીઓ કરે છે તથા ચોરેલી બાઈક સાથે ગાજરાવાડી સુએઝ પમ્પીંગ સ્ટેશન રોડ ખાતે આવે તેવી એલસીબીને બાતમી મળી હતી જેને આધારે તપાસ કરતા મનદીપ મહેશકુમાર શર્મા એક પેશન પ્રો બાઈક કબજે લઈ ધનિષ્ઠ પુછપરછ કરતા ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું.
એલસીબી દ્વારા ૨૦ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે તેમજ આરોપીની વધુ પૂછપરછ કરતાં વડોદરાના સમા વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા સોમેશ્વરનગર વિસ્તારમાં પાર્ક કરેલ પેશન મોટર સાયકલનું ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.મનદીપ મહેશકુમાર શર્મા દોઢ મહિના પહેલા સમા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો.
આ આરોપીને ઝડપી લેવાથી વડોદરાના સમાના બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.આ સારી કામગીરીમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સશ્રી આર.જી.જાડેજા સાહેબ,પો.ઇન્સશ્રી એચ.ડી.તુવર સાહેબ પો.સબ.ઇન્સ એન.બી.ચૌહાણ સાહેબ તથા ટીમના હિરેનભાઈ,વિશાલભાઈ,વનરાજસિંહ,કુલદીપસિંહ,કાનાભાઇ જોડાયેલ હતા.