વડોદરામાં રહેતી યુવતીને એક જ માસમાં લગ્ન જીવન ખોરવાયું.પતિ અને સાસરિયાએ એકજ માસમાં ત્રાસ આપવાનું સારું કર્યું.
વડોદરા નજીક શંકરપુરાની સોસાયટીમાં રહેતી યુવતીને લગ્નના એક જ માસમાં પતિ તેમજ સાસરિયાએ દહેજ તેમજ અન્ય કારણોસર હેરાન પરેશાન કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
શંકરપુરાની સોસાયટીમાં રહેતી ખુશ્બુ નામની ૨૯ વર્ષની યુવતીએ પતિ રાજેન્દ્રકુમાર, દિયર ચન્દ્રેશ અને સાસુ શુગનાદેવી સામે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતં, કે હું ખાનગી કંપનીમાં સેલ્સ કોર્ડિનેટર તરીકે નોકરી કરું છું. મે-૨૦૨૩માં મારા લગ્ન કલોલમાં રાજેન્દ્ર સાથે થયા બાદ હું બાજવા ખાતે મારી સાસરીમાં રહેવા માટે આવી હતી. લગ્નના એક માસમાં જ મારા સાસુ તેમજ પતિએ દહેજમાં રૃપિયો પણ આપ્યો નથી તેમ કહી કાર લેવી છે તું બે લાખ પિયરમાંથી મંગાવ તેમ કહ્યું હતું.
લગ્નના બે માસ બાદ મારા પતિનું આરપીએફની કોઇ યુવતી સાથે અફેરની જાણ થતાં મેં કહ્યું તો માર મારી ધમકી આપી હતી. ગત નવરાત્રિમાં પણ મારી સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપતાં હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને સસરાની દવા ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લગ્નના પાંચ માસ બાદ અમે મારા સસરાના શંકરપુરાની સોસાયટીમાં આવેલા બીજા મકાનમાં રહેવા માટે આવી ગયા હતા ત્યારે પતિ મને મારા માતા અને પિતાથી અલગ કરી દીધો તેમ કહી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.
થોડા દિવસો બાદ મારા દિયર પણ અમારી સાથે રહેવા માટે આવી ગયા હતાં અને તેઓ પણ મારા પતિની ચઢામણી કરી ત્રાસ આપવાનું શરૃ કરતા હું મારા પિયર જવા નીકળી ત્યારે પણ મને માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.