Breaking
Fri. Dec 13th, 2024

સેક-૫ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટ ગાંધીનગરના સહયોગથી આયુષ્માન વય-વંદના કાડૅ કાઢી આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

લોક અધિકાર ન્યુઝ ગાંધીનગર

સેકટર-પ સરકારી દવાખાના ખાતે તા 11-11-2024 ને સોમવારે સાંજે 5-00 કલાકે આશરે 70 વષૅ ઉપરના વરિષ્ઠ નાગરિકોના આયુષ્માન વય-વંદના કાડૅ કાઢી આપવા માટે સેકટર-5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટ ગાંધીનગરના સહયોગથી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ. સદર હુ કેમ્પમાં સેકટર-24 અબૅન સેન્ટર દવાખાના મેડીકલ ઓફિસરશ્રી દશિન તથા સેકટર-પ સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસરશ્રી ઉર્વિશ કટારા સાહેબ તથા કમૅચારી સ્ટાફ દ્વારા અવિરત સેવાઓ આપી હતી. કેમ્પના આયોજનમા સેકટર-પ સિનિયર સિટીઝન સેવા ચેરીટેબલના હોદ્દેદારો કેશરીસિંહ બિહોલા,મુળસિંહ ચાવડા,કાનજીભાઈ દેસાઈ,પી.એન.અધયારુ,આર.જી.દવે વગેરે હોદ્દેદારો હાજર રહી સહયોગ પુરો પાડયો હતો. સેકટર-પ માં રહેતા સિનિયર સીટીઝન આશરે ૭૦ થી ૧૦૦ વ્યકતિઓએ આયુષ્માન વય-વંદના કાડૅ મેળવવાનો લાભ લીધો.

પ્રતિનિધિ (કેશરીસિંહ બિહોલા પ્રમુખ)

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *