માતા-પિતાને સતર્કઃ કરાવતો કિસ્સો અમરેલીથી સામે આવ્યો આવ્યો છે. ઘણી વખત માતાપિતા પોતાના બાળકોને કારમાં એકલા બેસાડી કાર લોક કરી બહાર જાય છે. ત્યારે આવી બેદરકારીના કારણે આવા કિસ્સાઓ સામે આવે છે.
હાલમાં તહેવારનો માહોલ ચાલી રહ્યો છે, દરેકના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. 2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવારના માથે આફત બનીને તૂટી પડ્યો હતો. અમરેલી તાલુકાના રાંઢીયા ગામે વાડી વિસ્તારમાં કારમાં રમી રહેલા 4 બાળકો ગૂંગળાય જતાં મોત નિપજ્યું છે. જેમાં 2 દીકરી અને 2 દીકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 2 નવેમ્બરના રોજ એટલે બેસતા વર્ષના દિવસ અમેરેલીના પરિવારના માટે કાળ બનીને આવ્યો હતો. વાત જાણે એમ છે કે અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.
આ દુર્ઘટનામાં ગુંગળામણના લીધે 2 દીકરી અને 2 દીકરાના મોત નિપજ્યા હતા. આ બનાવને લઇને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.