Breaking
Sun. Feb 16th, 2025

આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા ભીખાભાઈ જીવાભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય,વિદ્યાનગર આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ

Spread the love

સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ નું અયોજન કરવામાં આવ્યું

દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ ના બની રહેલ બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા શ્રી જે આર મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક , અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ  સૂચના આપેલ. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. શ્રી સી.પી.ચૌધરી નાઓના માર્ગદશન હેઠળ તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વાર ભીખાભાઈ જીવાભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય (BJVM) વિદ્યા નગર આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PSI એ .આર.બાથમ તથા ASI મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી, તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ તેમજ ૭૦ જેટલા વિધાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

 

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *