૪૩,ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધા 2024 ભુજ મુકામે યોજાય હતી. આ સ્પર્ધામાં ગાંધીનગરના
એએસઆઇશ્રી ઘનશયામસિંહ વાઘેલાએ દોડ સ્પર્ધામાં એક ગોલ્ડ,એક સિલ્વર અને એક બૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગાંધીનગર પોલીસનું ગૌરવ વધારવા બદલ પોલીસ પરિવાર અને ગામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. આજના યુવાનો વ્યસનમુક્ત અને મોબાઈલ મુક્ત બની મેદાનમાં આવો તેવો સંદેશો પણ આપ્યો હતો.
આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇશ્રી ઘનશયામસિંહ વાઘેલાએ પણ ભાગ લીધો હતો , જેમાં ઘનશયામસિંહ વાઘેલા 200 મીટર, ૪૦૦ મીટર અને ૫૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ અને બૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.ઘનશયામસિંહએ 5000 મીટર ઝડપી દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઘનશયામસિંહ વાઘેલાએ ૪૦૦ મીટર હડન્સ દોડમાં સિલ્વર મેડલ અને ૨૦૦ મીટર દોડમાં બૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
આમ ગાંધીનગરના એએસઆઇશ્રી ઘનશયામસિંહ વાઘેલાએ ભાગ લીધેલો અને ૪૩,ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધા 2024 ભુજ ખાતે મેડલ પ્રાપ્ત કરી ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ગાંધીનગર પોલીસ અને ગામ લોકો આગેવાનો વડીલોએ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ વિજેતા ઘનશયામસિંહ વાઘેલાનો સમાજને સંદેશો છે કે, આજના યુવાનો વ્યસનમુક્ત અને મોબાઈલ મુક્ત બની મેદાનમાં આવો તેવુ સૂત્ર આપી લોકોને સંદેશો આપ્યો હતો.