Breaking
Thu. Nov 7th, 2024

રાચરડા ગામમાં પ્રસાર થતી કેનાલમાં રિક્ષા ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું

Spread the love

કલોલ તાલુકાના રાચરડા ગામેથી પસાર થતી નર્મદા કેનાલની ધોળકા સબ કેનાલમાં રીક્ષા ખાબકી હતી જેમાં સવાર એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજેશભાઈ અજીતભાઈ દંતાણીયા (રહે ભડેશ્વર હાઉસિંગ સોસાયટી એરપોર્ટ રોડ કોતરપુર અમદાવાદ) તુષાર ઉર્ફે રોનકને રિક્ષામાં બેસાડી કલોલ તાલુકાના રાચરડા ગામેથી પસાર થતી ધોળકા સબ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ઉપર તેઓએ કાબુ ગુમાવતા રીક્ષા પાડી પર ચડી અને કેનાલમાં પલટી ખાઈ ગઈ હતી ત્યારે અવાજના કારણે આસપાસમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને રીક્ષા ચાલક રાજેશભાઈને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારે રીક્ષામાં પાછળ બેઠેલ તુષાર પાણીમાં ડૂબી ગયો હતો જેની લાશ મોડી રાત્રે બહાર કાઢવામાં આવી હતી બનાવ અંગે પોલીસે અરૃણભાઇ ભરતભાઈ ચુનારાની ફરિયાદના આધારે રીક્ષા ચાલક રાજેશભાઈ અજીતભાઈ દંતાણીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *