પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રાચીન મંદિરનું બે કરોડના ખર્ચે નવીનીકરણ
ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલ મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે ગુરૂવારે લોકાર્પણ કરાશે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન શ્રી મહાકાલી મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને 24 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10:30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અતિ પ્રાચીન મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્યશ્રીઓ, ટ્રસ્ટીઓ તેમજ માઈ-ભક્તો ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઈએ કે આ પ્રાચીન મહાકાલી મંદિરનું નવીનીકરણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે રૂપિયા 2 કરોડનો ખર્ચો થયો છે.
સાબરમતી એટલે કે, સાબર મૈયાના નયનરમ્ય ખોળે બિરાજમાન શ્રી મહાકાલી માતાનું મંદિર લગભગ 611 વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે આ પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલ મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુરૂવારે લોકાર્પણ કરાશે.ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલ મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે ગુરૂવારે લોકાર્પણ કરાશે.અહીં ઉલ્લેખનીય છે કે, લોક વાયકા મુજબ 15મી સદીમાં આ મંદિરનું ત્રણ પથ્થરના ગોખમાં દિવા-અગરબત્તી કરી માતાજીને સ્થાપના કરી હતી. જેથી આ મંદિરને મીની પાવાગઢ તરીકે પ્રચલિત થયું છે. આજે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજી પર આસ્થા રાખી અહીં દર્શનાર્થે આવે છે.
લોક અધિકાર ગાંધીનગર