Breaking
Thu. Nov 7th, 2024

૪ મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલાય : ચોરીના આરોપીને ૫ મોટર સાયકલ સાથે ઝડપી પાડતી પેથાપુર પોલીસ

Spread the love

ઇન્ફોસિટી અને સેક-૭ પોલીસ મથકના મોટર સાઇકલ ચોરીના આરોપીને ૫ મોટર સાયકલ સાથે પેથાપુર પોલીસે ઝડપી લીધો હતો.

 

મળતી માહિતી અનુસાર પોલીસ પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ.એન.દેસાઈની આગેવાનીમાં પેથાપુર પોલીસ મથકના કર્મચારીઓ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે આ.પો.કો અલ્પેશસિંહ દશરથસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ત્રણ ઇસમો પોતાની પાસે ચોરેલ બે મોટર સાયકલ જેમા એક સફેદ યમાહા કંપનીનુ FZ-S મો.સા જેના પાછળના ભાગે મો.સા નં-GJ-08-AG-1040નુ તથા એક બ્લેક -સીલ્વર કલરનુ હીરો હોન્ડા સ્પેન્ડર પ્રો મો.સા જેના આગળાના ભાગે મો.સા નં-GJ-09-CJ-3897નુ લઇને રાધેજા ચોકડી થી નજીક રૂપાલ જતા રોડ ઉપર ઉભો છે. જે બાતમીના આધારે પેથાપુર પોલીસ સ્ટાફે આરોપીઓને તે સ્થળેથી ઝડપી લીધો હતો. પેથાપુર પોલીસ સ્ટાફ દ્વારા તેની પૂછપરછમાં તેમણે એક ઇસમ તથા બે બાળકિશોરને યમાહા FZ S કંપનીનુ સફેદ કલરનુ મો.સા GJ-08-AG-1040નુ તથા એક બ્લેક -સીલ્વર કલરનુ હીરો હોન્ડા સ્પેન્ડર પ્રો મો.સા GJ-09-CJ-3897 સાથે પકડી પાડી મો.સાની માલિકી સબંધે પુછતા ગલ્‍લા તલ્‍લા કરેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને બન્ને મો.સાના કોઇ સાધનીક પુરાવા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી સદરી પાસેના બન્ને મો.સા ત્રણેય જણાએ ગાંધીનગર રીલાયન્સ ચોકડી નજીકથી ચોરી કરેલાની કબુલાત કરતા હોય ત્યારબાદ તેઓની વધુ પુછપરછ દરમ્યાન આ સીવાય એક હીરો હોન્ડા સ્પેન્ડર પ્લ્સ મો.સાનંબર-GJ-14-AD-3577 નુ ગાંધીનગર સેકટર-૧૩ મહાત્મા મંદિર ગેટ નંબર-૨ ની સામે ખુલ્લી જગ્યેથી તથા એક હીરો હોન્ડા સ્પેન્ડર પ્લ્સ કંપનીનુ મો.સા GJ-18-DJ-7790નુ ગાંધીનગર સેકટર-૬ થનગનાટ ગરબાના પાર્કીંગ પાસેથી થી તથા એક હીરો હોન્ડા સ્પેન્ડર કંપનીનુ મો.સા GJ-01-DC-0952નુ મોખાસણ ગામ ગરબા પર્કીંગમાથી થી ચોરી કરી પોતાના ઘરે રાખી ગુન્હો કરેલાની કબુલાત કરતા હોય અને તેનું નામ જયપાલસિંહ લક્ષ્મણસિંહ સજજનસિંહ પરમાર ઉ.વ. ૧૮ વર્ષ ૬ મહિનાહાલ રહે. રાધેજા ગામ , છીપા,ચકલાવાસ ,સધીમાતાનો માઢ તા.જી ગાંધીનગરમુળ રહે. ગામ ગંભીરપુરા તા ઇડર જી સાબરકાંઠા હોવાનું જણાવ્યુ હતુ. પકડાયેલા આરોપી પાસેથી ટુવ્હીલર મો.સા કુલ નંગ-૫ કુલ કિ.રૂ.૧૦૫,૦૦૦/- તથા મોબઇલ નંગ-૩ કિ.રૂ.૮,૦૦૦/-ની ગણી કુલ કિ.રૂ ૧,૧૩,૦૦૦/- નો તમામ મુદામાલ બી.એન.એસ.એસ કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરી બી.એન.એસ.એસ કલમ -૩૫ (૧) ઇ મુજબ કાર્યવાહી કરી ગુન્હો ડીટેક કરી ખુબ જ પ્રસંસનીય કામગીરી કરતી પેથાપુર પોલીસ ટીમ

 

આ સફળ કામગીરીમાં પેથાપુર પો.સ્ટેના પો.ઇન્સ શ્રી એમ.એન.દેસાઇ સાહેબ,અ.હે.કો. મહેન્દ્રસિંહ રામસિંહ બ.નં-૧૪૭૨,આ.હે.કો અનિલસિંહ દલપતસિંહ બ.નં-૦૭, આ.પો.કો અલ્પેશસિંહ દશરથસિંહ બ.નં-૧૬૪૦ અ.પો.કો ભાવેશભાઇ સાંકાભાઇ બ.નં-૧૬૧૧,આ.પો.કો ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૪૧૩, અ.પો.કો અજયસિંહ પોપટસિંહ બ.નં-૧૭૩૭, અ.પો.કો સંદિપકુમાર કાંતીભાઇ બ.નં-૧૮૪૪ જોડાયેલ હતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *