
કીમતી જમીનો પચાવી પાડવા ભેજાબાજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી કોર્ટ ઊભી કરીને પોતે નીકલી જજ બનીને કરતો હતો બોગસ હુકમ, મોરીસે અત્યાર સુધીમાં અબજો રૂપિયાની ૧૦૦ એકરથી વધુ સરકારી જમીનોના નકલી હુકમો કર્યાનું ખુલતા ખળભળાટ
ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, નકલી પોલીસ, બોગસ તબીબ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઝડપાય છે. ત્યારે કોટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની સામે સીટી સિવિલ કોર્ટના જજ જે.એલ.ચોવટીયાએ રજીસ્ટારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેના આધારે સીટી સિવિલ કોર્ટના રજીસ્ટારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, નકલી પોલીસ, બોગસ તબીબ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઝડપાય છે. ત્યારે કોટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની સામે સીટી સિવિલ કોર્ટના જજ જે.એલ.ચોવટીયાએ રજીસ્ટારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેના આધારે સીટી સિવિલ કોર્ટના રજીસ્ટારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેશન જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયના કૌભાંડનો ઘટસ્પોટ થયો છે. તેની ધરપકડ કરવામાં આવી છે. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિય અત્યાર સુધીમાં 100 એકરથી વધુની સરકારી જમીનો પોતાના નામે કરવાના નકલી હુકમો કરીને અબજો રૂપિયાની જમીન હડપ્પી લીધી છે. મોરિસની મોર્ડસ ઓપરેન્ડી એવી હતી કે તે પોતાની જાતને આર્બિટ્રેશન જજ બનીને, નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ બનાવ્યો હતો. તેણે કરેલા અન્ય 10 કેસ સીટી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે. સીટી સિવિલ કોર્ટમાં વાસણામાં સરકારી જમીનમાં નકલી હુકમ કરીને દરખાસ્ત કરનાર મોરીસ સેમ્યુઅલ સામે સીટી સિવિલ કોર્ટના રજીસ્ટારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પાલડીમાં આવેલી સરકારી જમીન હડફવા માટે મોરીસે ખોટો એવોર્ડ હુકમ ઉભો કર્યો હતો પોતે આર્બીટેશન જજ નહીં હોવા છતાં હુકમો કરીને ગુનાહિત કાવતરું કર્યું છે. અત્યાર સુધી તે પોતાના તરફથી હુકમો કરતો હતો અને જમીનો હડપ્પી લેતો હતો. ટ્રેબયનલ જેવી કોર્ટ બનાવીને તેમાં નકલી સ્ટાફ તૈનાત કર્યો હતો. પોતે જજની જેમ વર્તન કરીને ક્લેઇમ, સ્ટેટમેન્ટ તૈયાર કરતો હતો. પોતે બનાવેલી દરખાસ્ત પોતાની જ કોર્ટમાં રજૂ કરતો અને સરકારી જમીન તેની તરફેણમાં આપી દેવા હુકમો કરતો હતો. કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરનાર બાબુજી છનાજીને કોટે ૫૦ હજારનો દંડ ફટકાર્યો- બોક્સ પાલડીમાં ઠાકોરવાસમાં રહેતા બાબુજી સનાજી ઠાકોરે કલેકટર કચેરીમાં મોરીસ સેમ્યુઅલે કરેલા હુકમ મુજબ જમીન તેમની તરફેણમાં આપી દેવા દરખાસ્ત કરી હતી. તેની સામે સરકાર તરફે વકીલ વિજય શેઠે એવો ઘટસ્પોટ કર્યો હતો કે આર્બીટેશન જજે તેમના હુકમમાં જમીન કોની હતી? મૂળ માલિક કોણ છે? જમીન માલિકના વારસદારો કોણ છે? તે અંગે કોઈ માહિતી પોતાના હુકમમાં કર્યા નથી જમીન સંપાદન થઈ હોઈ તો સરકાર અને ખાનગી વ્યક્તિ વચ્ચે કરાર હોઈ શકે નહીં.સીટી સિવિલ કોર્ટને પણ જમીન સંપાદનમાં સત્તા નથી. તો આર્બિટ્રેશનો આમ કોઈ રોલ નથી.આ જાણીને કોર્ટને નકલીઆર્બિટ્રેશન જજ હોવાનો ઘટસ્પોટ થયો હતો . સરકારી વકીલે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિય સામે ફોજદારી પગલાં લેવા માગણી કરી હતી.આર્બિટ્રેશન જજ તરીકે ઓળખ આપી પાલડીમાં સરકારી જમીન બાબુજી ઠાકોરની હોવાનું ઠરાવી કલેક્ટર સમક્ષ ખોટો આર્બિટ્રેશન જજ એવોર્ડ ઉભો કરી પોતે જજ હોવાનો દાવો કર્યો હતો.કૌભાંડ પકડાતા ગાંધીનગરના મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગાંધીનગરના આદરેજમાં રહેતા મોરીસે વિદેશમાં અભ્યાસ કર્યો હોવાનું કહેતો હતો. કોર્ટ જેવો માહોલ ઉભો કરી પોતાની જાતને આર્બિટ્રેશન જજ હોવાનું કહેતો હતો. મોરિસ સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ બાર કાઉન્સિલર ઓફ ગુજરાતમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી