
માંજલપુર પોલીસ સ્ટેશનનો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે વડોદરા જિલ્લામાં રાત્રી દરમ્યાન મોબાઈલ ટાવરમાંથી કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગોરવા વડોદરાના બે દેવીપૂજક શખ્સોની ધરપકડ કરાઈ છે.આ અંગે મળતી વિગત મુજબ માંજલપુર માંથી કેબલ ચોરી થઈ હતી. વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે વડોદરા જિલ્લામાં રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ઠેકરનાથ સમશાન ત્રણ રસ્તા પાસેથી બે ઈસમોને ૯ મીટર અને ૧૦ મીટર કેબલ સાથે બે આરોપીને ઝડપી પડ્યા હતા.
જે અંગે એસીપી એચ.એ.રાઠોડ સુચના આપતા વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈશ્રી આર.જી.જાડેજા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ એચ.ડી.તુવર, પીએસઆઈ વી.પી.ચૌહાણ તેમની ટીમ સાથે તપાસમાં હતા.ત્યારે બાતમી મળતા ઠેકરનાથ સમશાન ત્રણ રસ્તા પાસેથી રવિ ઉર્ફે રાયડર ઉર્ફે ખુશ મંગાભાઇ દેવીપૂજક રહે,દશામાતા મંદિર પાછળ ઝૂંપડપટ્ટીમાં ગોરવા રોડ વડોડર, અને કોહિનૂર મહેશભાઈ દેવીપૂજક રહે, વડસર ગામ ઝૂંપડામાં હાલ સફેદ વુડા પાજરાપોર રોડ વદોડરા વાળાને ઝડપી માંજલપૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેબલ ચોરીના ગુનાનો પર્દાફાશ થયો હતો.આ કામગીરીમાં વડોદરા શહેર એલ.સી.બી.ના પીઆઈશ્રી આર.જી.જાડેજા,પીએસઆઈ એચ.ડી.તુવર, પીએસઆઈ વી.પી.ચૌહાણ તથા ટીમના હર્ષદકુમાર, કુલદીપભાઈ, અલ્પરાજસિંહ, નરોત્તમભાઇ,હરદીપસિંહ,કિશોરભાઈ,સંજયભાઈ,અશોકભાઈ વિગેરે સ્ટાફ જોડાયેલ હતાં.