
વડોદરા શહેરમાં રહેતા તથા અન્ય શહેરમા ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશન શ્રી મનોજ નિનામા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીશ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપીશ્રી એચ.એ.રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી.તુવેરનાઓની દોરવણી હેઠળ
ક્રાઈમ બ્રાન્ચના પેરોલ ફલો સ્કોડના પો.સબ.ઇન્સ એન.જી.જાડેજા નાઓ તેમના માણસો સાથે ગંભીર ગુનાઓ સહિતના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન હરણી પોલીસ સ્ટેશનમાં સને 2024માં એનડીપીએસ એક્ટ અન્વયે નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ આરોપી ઈસમ નામે મોહમ્મદ સલીમ ઉર્ફે પોપટ અનવર હુસેન મલેક રહે, સુફિયાન ફ્લેટ મીટર વાલી ગલી ફતેવાડી વેજલપુર અમદાવાદની અગાઉ તપાસ કરવા સતત મળી આવેલ નહીં અને આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થઈ ગયેલ હોય જેથી આ આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ.જે સદર આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત કરેલ તપાસ દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી હાલમાં અમદાવાદ શહેરના જુહાપુરા ફતેવાડી ખાતે હાફિઝ મસ્જિદ પાસે વેદ ફ્લેટના પહેલા માળે રહેતો હોવાની માહિતી મળતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદના જુહાપુરા ખાતે જઈ ખાનગી રહે તપાસ કરી મોડી રાત્રિના આ નાસ્તા કરતા આરોપીને અમદાવાદના જુહાપુરા ખાતેના તેના નવા રહેણાંક મકાન ખાતેથી શોધી કાઢી આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને છાપવામાં આવેલ છે.
આ પકડાયેલ નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સલીમ ઉર્ફે પોપટ અનવર હુસેન મલેક સામે હરણી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અનન્વયે નોંધેલ ગુનાની વિગત જોતા 15 એપ્રિલ 2024 ના રોજ દેણા ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફ જતા હાઈવે રોડ ઉપરથી શિફ્ટ ફોરવીલ ગાડીમાં ભરેલ માદક પદાર્થ ગાંજો 95 કિલો 100 ગ્રામ કુલ કિંમત રૂપિયા 9,51,000 તથા ગાડી તથા તેઓની અંગઝડપીમાંથી મોબાઈલ ફોન નંગ બે રોકડા રું 4000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 13,60,500 નું મુદ્દામાલ સાથે બે આરોપીને પોલીસે પકડી પાડેલ હોય આ ગુનાની તપાસ દરમિયાન આરોપી મહંમદ સલીમ ઉર્ફે પોપટ અનવર હુસેન મલેકની સંડોવણી જણાય આવેલ અને આ આરોપી ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં અમદાવાદથી શોધી કાઢવામાં આવેલ છે
પકડાયેલ આરોપી નું નામ અને સરનામું મહમદ સલીમ ઉર્ફે પોપટ અનવર હુસેન મલેક ઉંમર વર્ષ 51 રહે સુફિયાન ફ્લેટ ફતેવાડી વેજલપુર અમદાવાદ હાલ રહે, વેદ ફ્લેટ હાફિઝ મસ્જીદ પાસે, ફતેવાડી જુહાપુરા અમદાવાદ શહેર
સડોવાયેલ અને નાસ્તા ફરતા રહેલ ગુનાની વિગત હરણી પોલીસ સ્ટેશન ગુ.ર.ન 11196036240156 / 2024 એનડીપીએસ એક્ટ કલમ 8(સી ),20(બી),22(સી),૨9 મુજબ આ સરસ કામગીરીમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીશ્રી પો.ઇન્સશ્રી આર.જી.જાડેજા સાહેબ તથા પો.ઇન્સશ્રી એચ.ડી.તુવેર, પો.સ.ઇ એન.જી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફના ઉદેસિંહ,બલદેવસિંહ, બીપીનભાઈ, સતિષભાઈ, હિતેશભાઈ, અમુલભાઈ, કનૈયાલાલ, જગદીશભાઈ,કિશોરભાઈ, જયદીપભાઇ, આ પ્રશંસનીય અને સફળ કામગીરીમાં જોડાયેલ હતા