
રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારે લાગી રહ્યું છે,અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો ભોગ બનવું પડે છે.દિવસ દરમિયાન બસમાં બેસવા જઈ રહેલા અનેક મુસાફરને ભોગ બનવું પડે છે. ત્યારે એક મુસાફરના ખિસ્સામાંથી રૃપિયા ૨૫ હજારની કિમંતનો મોબાઈલ ચોરાય ગયો હતો. જે અંગે સેક્ટર- ૭ પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. ડેપોમાં મુસાફર ભોગ બનતા અન્ય મુસાફરોમાં પણ ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.થોડા સમય અગાઉ કીમતી મોબાઇલની ચોરી કરવામાં આવી હતી. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ડેપોમાં દિવસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે અવાર-જવર કરી શકે એમ છે. અને ગઠિયોઓ સામે ચોરી તસ્કરીની લગામ લગાવી શકાય.રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અનેક મોબાઇલ,પર્શ જેવી વસ્તુઓ ચોરાઈ છે પણ અનેક મુસાફરો ફરિયાદ કરવાનું ટાળે છે.